________________
૧૪૨
શ્લોક ઃ
क्वचन तविषमणिमन्दिरैरुदितोदितरूपम् । घोरतिमिरनरकादिभिः क्वचनातिविरूपम् । । विनय० ५ । ।
શ્લોકાર્થ ઃ
વળી, તે લોકાકાશ કોઈક સ્થાનમાં દેવલોકમાં રહેલા મણિઓથી બનેલા શાશ્વત જિનાલય આદિથી અત્યંત સુંદર શોભાવાળું છે. તો કોઈક સ્થાનમાં ગાઢ અંધકારવાળા નરકાદિ સ્થાનો વડે અતિ વિરૂપ છે. એવા શાશ્વત લોકાકાશને હે વિનય ! તું હૃદયમાં ભાવન કર. પા
ભાવાર્થ:
વળી, તે મહાત્મા લોકાકાશના યથાર્થ સ્વરૂપના ભાવન અર્થે વિચારે છે કે આ લોકાકાશમાં દેવલોકનાં સ્થાનો છે જ્યાં ઉત્તમ મણિઓથી બનેલાં શાશ્વત જિનાલયો છે. તે સર્વ અત્યંત દેદીપ્યમાન સ્વરૂપવાળાં, ઇન્દ્રિયોને આકર્ષણ કરે તેવા રમ્ય સ્વરૂપવાળાં છે. વળી તે લોકાકાશમાં ઘોર અંધકારમયવાળાં નરકાદિ સ્થાનો પણ છે. જ્યાંનું મલિન, દુર્ગંધમય, અંધકારમય અતિ વિકૃત સ્વરૂપ જોઈને પણ અત્યંત ભય પેદા થાય તેવું છે. જેથી પુદ્ગલની માયારૂપ સુંદરતા અને અસુંદરતાથી બનેલો આ લોકાકાશ છે. તેથી વિવેકી પુરુષે તે સ્વરૂપનું યથાર્થ ભાવન કરીને સંસારના ચક્રની વિટંબણામાંથી ચિત્તને બહાર કાઢીને મોક્ષની પ્રાપ્તિ અર્થે નિર્મળ ચિત્ત થાય તે રીતે વારંવાર લોકાકાશનું સ્વરૂપ ભાવન ક૨વું જોઈએ જેથી આત્મામાંથી અશુભ કર્મનો વિનયન થાય. શુભકર્મનું આધાન થાય, આત્માની ગુણસંપત્તિને વિકસાવવાને અનુકૂળ બળશક્તિનું આધાન થાય, જેથી સુખપૂર્વક કર્મોનો નાશ કરીને પોતાનો આત્મા કર્મની વિડંબણાથી મુક્ત થાય. IIII
શ્લોક ઃ
क्वचिदुत्सवमयमुज्ज्वलं, जयमङ्गलनादम्
क्वचिदमन्दहाहारवं, पृथुशोकविषादम् । । विनय० ६ । ।
શાંતસુધારસ
શ્લોકાર્થ
વળી, લોકાકાશનું સ્વરૂપ કોઈક સ્થાનમાં ઉત્સવમય ઉજ્વલ એવા જયમંગલ નાદવાળું છે. અને કોઈક ઠેકાણે અત્યંત હાહારવવાળું વિસ્તાર પામતા શોકવિષાદવાળું છે. તેનું તું ભાવન
$2. 11911
:
ભાવાર્થ:
વળી, મહાત્મા લોકસ્વરૂપનું ભાવન ક૨વા અર્થે વિચારે છે કે સંસારનું આ વિચિત્ર સ્વરૂપ છે. જુદાં જુદાં કર્મોને વશ જુદા જુદા જીવો જુદા જુદા પ્રકારના સંયોગોને પ્રાપ્ત કરે છે જેથી જે જીવોને જે