________________
૧૧. લોકસ્વરૂપભાવના-ગીત / બ્લોક-૬-૭
૧૪૩
પ્રકારના અનુકૂળ સંયોગો પ્રાપ્ત થયા છે તે જીવો તે સંયોગો અનુસાર આનંદ લેવા માટે ઉત્સવો કરે છે અને તેના કારણે તે લોકાકાશ જયમંગલના નાદોથી ઉજ્વલ દેખાય છે. આથી પુન્યના ઉદયવાળા જીવો અનેક પ્રકારના ઉત્સવો દ્વારા જયમંગલના નાદને કરતા દેખાય છે. વળી પુન્યના ઉદયથી જન્મેલા દેવોનાં સ્થાનોમાં પણ જયમંગલના નાદ થતા દેખાય છે. તો વળી, કોઈક સ્થાનોમાં આ લોકાકાશ અત્યંત હાહારવવાળું અને વિસ્તાર પામતા શોકના વિષાદવાળું દેખાય છે. આથી મનુષ્યલોકમાં પણ જેઓ અતિદુઃખી જીવો છે તેઓ સદા પોતાને પ્રાપ્ત થયેલાં દુ:ખોથી સદાય “હું ત્રાસેલો છું” એ પ્રકારનો અત્યંત હાહારવ કરતા હોય છે અને અત્યંત વિસ્તાર પામતા શોકના વિષાદવાળા હોય છે. વળી, પશુઓ પણ અન્ય પશુઓથી મનુષ્યોથી ત્રાસ પામતાં હોય છે ત્યારે અત્યંત હાહારવ કરતાં હોય છે અને અત્યંત વિસ્તાર પામતા શોકવાળાં હોય છે. વળી, નારકીઓ તો સદા અનેક પ્રકારના દુઃખોથી સતત હાહારવ કરતા જ હોય છે અને અત્યંત લોકવિષાદથી સમય પસાર કરતા હોય છે. દેવો પણ અકસ્માતું કોઈક દેવી આદિનો વિયોગ થાય છે ત્યારે અત્યંત હાહારવ કરે છે. જેમ ઋષભદેવ ભગવાનનો આત્મા લલિતાંગ દેવના ભવમાં સ્વયંપ્રભાદેવી આવી જતાં આખો દેવલોક તેમને વિષાદયુક્ત દેખાય છે. દિવસરાત અત્યંત હાહારવ કરે છે અને તેમની તે પ્રકારની સ્થિતિ જોઈને પૂર્વભવનો મંત્રી એવો દેવ સ્વયંપ્રભાદેવીના સ્થાને દેવી મેળવવાનો ઉપાય તે લલિતાંગ દેવને બતાવે છે. તે વચન પ્રમાણે તે દેવ અનશનને ગ્રહણ કરેલ એવી નિર્નામિકા પાસે પોતાનું રૂપ બતાવે છે અને તે નિર્નામિકાનો જીવ મરીને સ્વયંપ્રભાદેવી થાય છે. ત્યારે તે દેવ કાંઈક સ્વસ્થ થાય છે તોપણ સ્વયં-પ્રભાદેવીની અપ્રાપ્તિકાળ સુધી અત્યંત વિશાદમય સમય પસાર કરે છે. તેથી સંસારનાં દરેક સ્થાનોમાં હાહારવ અને શોકની પ્રાપ્તિ દેખાય છે. માટે સંસારનું આ સ્વરૂપ અત્યંત વિષમ છે તેમ ભાવન કરવાથી પિત્ત સંસારના ભાવો પ્રત્યેના સંશ્લેષ વગરનું બને છે અને તેનું નિર્મળ ચિત્ત કરવા અર્થે મહાત્મા પોતાના આત્માને સંબોધીને કહે છે કે હે વિનય ! તું શાશ્વત એવા લોકાકાશનું સ્વરૂપ ભાવન કર. જેથી લોકસ્વરૂપભાવનાથી નિર્મળ થયેલું ચિત્ત સંસારના ભાવોથી પરામુખ બને. IIકા શ્લોક :
बहुपरिचितमनन्तशो, निखिलैरपि सत्त्वैः ।
जन्ममरणपरिवर्तिभिः कृतमुक्तममत्वैः ।।विनय०७।। શ્લોકાર્ચ -
જન્મ મરણના પરિવર્તન કરનારા, કૃતમુક્ત મમત્વવાળા એવા કર્યું છે દેહ આદિમાં મમત્વ જેમણે અને ત્યાર પછી મરણ વખતે મમત્વના વિષયભૂત દેહનો ત્યાગ કર્યો છે જેમણે એવા, સર્વ પણ જીવો વડે અનંતી વખત બહુ પરિચિત એવા શાશ્વત લોકાકાશને હે વિનય ! તું હૃદયમાં ભાવન કર. IIછા