________________
૧૪૦
શાંતસુધારસ
છે તે લોકાકાશ અસંખ્યાતા યોજન પ્રમાણ હોવાથી ગણનાથી અતીત પ્રમાણવાળો છે અને તે લોકાકાશની બહાર અલોકાકાશ છે તેથી અલોકાકાશથી ચારેબાજુથી વીંટળાયેલો લોકાકાશ છે. વળી, તે લોકાકાશ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય એ પાંચથી સુટિત સીમાવાળો છે અર્થાત્ તે પાંચ દ્રવ્યમય છે અને જગતમાં તે સ્વરૂપે શોભી રહ્યો છે. તેવા લોકાકાશને તું હૃદયમાં ઉપસ્થિત કર. બુદ્ધિરૂપી ચક્ષુ સામે પાંચ પદાર્થોમય અલોકાકાશથી વેષ્ટિત લોકાકાશને જિનવચનાનુસાર જોવાની નિર્મલ પ્રજ્ઞા પ્રગટે છે. તેથી શ્રુતવચનાનુસાર લોકસ્વરૂપથી પોતાનો આત્મા ભાવિત બને છે. III અવતરણિકા :
વળી, તે લોકાકાશ કેવા સ્વરૂપવાળો છે તેનું વિશેષ સ્વરૂપ સ્પષ્ટ કરતાં કહે છે
શ્લોક ઃ
समवघातसमये जिनैः, परिपूरितदेहम् । असुमदणुकविविधक्रियागुणगौरवगेहम् । । विनय० ३ ॥
શ્લોકાર્થ
:
-
સમુદ્ઘાતના સમયે જિનો વડે પરિપૂરિત દેહવાળું લોકાકાશ છે. અસુમ=જીવ અને અણુક= પરમાણુ આદિ, તેઓની વિવિધ ક્રિયા, તેના ગુણો અને ગૌરવ=હાનિ વૃદ્ધિનું પ્રાચર્ય, તેનું ગેહ=નિવાસસ્થાન, એવા લોકાકાશને હે વિનય ! તું હૃદયમાં શાશ્વત વિભાવન કર. II3II
ભાવાર્થ:
વળી, પોતાના આત્માને સંબોધીને તે મહાત્મા કહે છે કે હે વિનય ! તું લોકાકાશનું હૃદયમાં ભાવન કર જે લોકાકાશ જિનેશ્વર ભગવંતો કેવલીસમુદ્દાત કરે છે ત્યારે તેમના આત્મપ્રદેશોથી પૂર્ણ ભરાયેલો છે વળી, તે લાંકાકાશ સંસારીજીવો અને અણુ આદિ પુદ્ગલોની વિવિધ પ્રકારની ક્રિયાઓથી થતા ગુણોના ગૌરવનું સ્થાન છે. આનાથી એ પ્રાપ્ત થાય કે કેવલીસમુદ્દાત વખતે ચૌદરાજલોક કેવલીના આત્મપ્રદેશોથી પુરાયેલું છે તે સ્વરૂપે લોકસ્વરૂપનું ભાવન કરનાર મહાત્માને બુદ્ધિ સન્મુખ દેખાય છે. વળી, સૂક્ષ્મ નિગોદ આદિ જીવોથી માંડીને પંચેન્દ્રિય સુધીના ચારેય ગતિના જીવોથી અત્યંત ભરાયેલો દેખાય છે. નિર્ગોદમાં અનંતાનંત જીવો છે. તે સિવાય પણ અન્યગતિઓમાં અસંખ્યાતા જીવો છે તે સર્વથી લોક ભરાયેલો દેખાય છે. વળી જેમ જીવોથી લોક ભરાયેલો છે તેમ પરમાણુ આદિ અનંત પુદ્ગલોથી પણ લોક ભરાયેલો દેખાય છે. વળી જીવો અને પુદ્ગલો વિવિધ પ્રકારની ક્રિયાઓ કરીને સંસારમાં અનેક પ્રકારના ભાવો રૂપે પરિવર્તન થતા દેખાય છે. તેથી જે સંસારીજીવો એકેન્દ્રિયાદિમાં પડેલા દેખાય છે તે જ જીવો બેઇન્દ્રિયાદિ ભાવોને પામીને પંચેન્દ્રિય આદિ સુધીના ભાવોને પામતા પણ દેખાય છે અને વિવેક પ્રગટેલા જીવો સાધના કરતા પણ દેખાય છે. એટલું જ નહીં, સાધના કરતા જીવો પ્રમાદને પામીને નિગોદમાં કે નરકમાં પણ જતા દેખાય છે. આથી જ અનંતા ચૌદ પૂર્વધરો પણ પ્રમાદને વશ નિગોદમાં વિદ્યમાન છે તે શાસ્ત્રવચનથી દેખાય