________________
૧૩૯
૧૧. લોકસ્વરૂપભાવના-ગીત | શ્લોક-૧-૨ આદિના ઉપદેશના બળથી સંસારના વાસ્તવિક સ્વરૂપનું અવલોકન કરે છે. સાધના કરીને મુક્ત થયેલા સિદ્ધના જીવો સર્વ ઉપદ્રવોથી પર છે તેમ દેખાય છે. તેથી સર્વ ઉપદ્રવોથી પર એવી સિદ્ધઅવસ્થાના અર્થી જીવો વારંવાર લોકના સ્વરૂપનું ભાવન કરીને પોતાના આત્માને સંસારના ભાવોમાં થતા સંશ્લેષથી પર કરવા યત્ન કરે છે. “જેઓ સાધના કરીને પર થાય છે તેઓ શાશ્વત સુખમાં વર્તે છે” તે પ્રકારના સ્વરૂપનું હે વિનય એવા આત્મા ! તું ભાવન કર. એમ કહીને જગતના વાસ્તવિક સ્વરૂપના અવલોકનની નિર્મળ ચક્ષુને પ્રગટ કરવા અર્થે મહાત્મા યત્ન કરે છે.
અહીં વિશેષ એ છે કે જીવ સંસારઅવસ્થામાં કર્મવાળી અવસ્થાવાળો છે અને તે અવસ્થામાં જે જે પ્રકારનાં નિમિત્તોથી, જે જે પ્રકારના ભાવો કરે છે, તે પ્રકારે પરિણમન પામવાવાળો સ્વભાવ છે. તેથી ભાવુક દ્રવ્ય છે. આથી જ સંસારમાં તે તે ભાવો ગ્રહણ કરીને તે તે ભાવોથી ભાવિત થઈને તે તે પ્રકારનાં કર્મો બાંધે છે. જ્યારે સિદ્ધઅવસ્થાની સાધના કરનારા મહાત્માઓના ગુણોથી ભાવિત થાય અથવા સંસારના વાસ્તવિક સ્વરૂપથી ભાવિત થાય ત્યારે ગુણ-નિષ્પત્તિને અનુકૂળ એવા ભાવોથી ભાવિત થાય છે અને સર્વકર્મથી રહિત થાય છે ત્યારે તે જ જીવ કોઈ ભાવોથી ભાવિત થતા નથી, પરંતુ અભાવુકદ્રવ્ય બને છે. તેથી જગતના કોઈ ભાવોને સ્પર્શે નહીં તેવા અસંગપરિણામવાળા બને છે. તેથી જ સિદ્ધમાં ગયેલા જીવો સદા એક પરિણામવાળા હોવાથી કોઈ પ્રકારના કર્મને બાંધતા નથી. III અવતરણિકા -
પૂર્વ શ્લોકમાં આત્માને સંબોધીને લોકાકાશનું ભાવન કરવાનું કહ્યું. તે લોકાકાશ કેવા સ્વરૂપવાળું છે તે બતાવવા અર્થે કહે છે – શ્લોક :
लसदलोकपरिवेष्टितं गणनातिगमानम् ।
पञ्चभिरपि धर्मादिभिः सुघटितसीमानम् ।।विनय० २।। શ્લોકાર્ચ -
અલોકથી પરિવેષ્ટિત દેખાતો લોક સર્વ દિશાઓથી અલોકાકાશથી વીંટળાયેલો, ગણનાથી અતિગમાનવાળો-લોકાકાશ અસંખ્યાત યોજનના પ્રમાણવાળો હોવાથી ગણનાથી અતીત પ્રમાણવાળો, વળી ધર્માસ્તિકાય આદિ પાંચથી સુઘટિત સીમાવાળો ના=વિલાસ કરતો લોકાકાશ છે અને તેવા શાશ્વત લોકાકાશનું તું વિભાવન કર એમ શ્લોક-૧ સાથે સંબંધ છે. III ભાવાર્થ :
શ્લોક-૧માં લોકાકાશના વિભાવનનું સામાન્યથી કથન કર્યું. હવે તે લોકાકાશ કેવા સ્વરૂપવાળું છે તેની કાંઈક સ્પષ્ટતા પ્રસ્તુત શ્લોકમાં કરે છે. અલોકથી પરિવેષ્ટિત લોકાકાશ છે અને તે લોકાકાશ ગણનાથી અતીત પ્રમાણવાળું છે. આનાથી એ પ્રાપ્ત થાય કે ચૌદ રાજલોકનું જે પુરુષ આકારરૂપે શાસ્ત્રમાં વર્ણન મળે