________________
૧૩૮
શાંતસુધારસ વિમુખ છે. જ્યારે લોકસ્વરૂપભાવનાથી ભાવિત થયેલા મહાત્મા લોકની નિઃસારતાના બળથી આત્માના શાંતરસમાં પ્રયત્ન કરનારા બને છે જે પ્રયત્નથી તેઓને સ્વાભાવિક સ્વસ્થતારૂપ આત્માના સુખની પ્રાપ્તિ થાય છે. IIણા
૧૧. લોકસ્વરૂપભાવના-ગીત)
અવતરણિકા:- .
આત્માને સંબોધીને લોકસ્વરૂપભાવના કરવા અર્થે પોતાના આત્માને કહે છે – શ્લોક :विनय विभावय शाश्वतं हृदि लोकाकाशम् । सकलचराचरधारणे, परिणमदवकाशम् ।।विनय० १।।
શ્લોકાર્ધ :
હે વિનય! સકલ ચર-અચરને ધારણ કરવામાં પરિણમન પામતું અવકાશ છે જેને અવકાશ દાનગુણ છે જેને એવા, શાશ્વત લોકાકાશને તું હૃદયમાં વિભાવન કર. III ભાવાર્થ -
કર્મનું વિનયન કરે તેવી ક્રિયા વિનય છે અને તેવી ક્રિયા કરનારો આત્મા પણ વિનય કહેવાય. પોતે કર્મના વિનયનને કરવા માટે અભિમુખ થયેલો છે તેવી ઉપસ્થિતિ કરવા અર્થે પોતાના આત્માને સંબોધીને લોકસ્વરૂપભાવના કરનાર પુરુષ કહે છે કે હે વિનય ! તું આત્માને ભાવન કર જેથી કર્મના વિનયને અનુકૂળ એવું તારું સદ્વર્ય ઉલ્લસિત થાય. શું ભાવન કર જેથી કર્મનું વિનયન થાય તેથી કહે છે – પંચાસ્તિકાય સ્વરૂપ લોકમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એ ત્રણ અચર દ્રવ્ય છે; કેમ કે સ્થાનાંતરને પ્રાપ્ત કરતાં નથી, જ્યારે જીવ અને પુદ્ગલ ચર છે. તેમાંથી પણ જે જીવો સાધના કરીને મુક્ત થયા છે તેઓ સંસારઅવસ્થામાં ચર હોવા છતાં સિદ્ધઅવસ્થામાં અચર છે. ચર એવા સંસારીજીવો, પુદ્ગલો તથા અચર એવા ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને સિદ્ધના જીવોને ધારણ કરવામાં આકાશ પરિણમન પામી રહ્યું છે. આ પરિણમન દ્વારા લોકાકાશ તેઓને પોતાના અવકાશનું દાન કરે છે. આ રીતે આ લોક શાશ્વત વર્તી રહ્યો છે. આવા લોકમાં પુદ્ગલો પોતાની પ્રકૃતિ અનુસાર પરમાણુઓ અને સ્કંધરૂપે સદા અન્ય અન્ય પ્રકારે પરિણમન પામતા હોય છે. આ પુદ્ગલોના સુંદરભાવો પ્રત્યે સંસારીજીવોને રાગ થાય છે અને અસુંદરભાવો પ્રત્યે દ્વેષ થાય છે અને તે પ્રકારે સંસારીજીવો તે તે ભાવો કરીને કર્યો સાથે સંશ્લેષ પામે છે અને પોતાના સંશ્લેષના પરિણામને અનુરૂપ કર્મબંધ કરી તે તે ભવોની પ્રાપ્તિ કરે છે. આ રીતે સંસારમાં પરિભ્રમણ કરતા જીવોમાંથી પણ જે જીવોમાં વિવેકરૂપી ચક્ષુ પ્રગટ્યાં છે તેઓ તીર્થકર