________________
૧૩s.
શાંતસુધારસ શ્લોક-૪માં બતાવ્યું તે પ્રકારે ઊભેલા પુરુષ જેવો લોક છે અને તે અકૃત્રિમ=વાસ્તવિક, એવા છ દ્રવ્યાત્મક છે અને તે છ દ્રવ્ય તે લોકમાં અનાદિકાળના છે અને અનંતકાળ સુધી રહેવાના છે. તેથી જ્યારે જ્યારે લોકને જોવામાં આવે ત્યારે ત્યારે તે લોક પૂર્ણ છે. કયાં છ દ્રવ્યથી લોક પૂર્ણ છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે – ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય એ ત્રણ એક એક દ્રવ્ય છે, આત્મા, કાલ અને પુદ્ગલ એ ત્રણ અનંત દ્રવ્યો છે અને તે છએ દ્રવ્યોથી લોક સર્વ બાજુથી પૂર્ણ છે અર્થાત્ છ દ્રવ્યમય આખો લોક છે. આપણા
શ્લોક :रङ्गस्थानं पुद्गलानां नटानां, नानारूपैर्नृत्यतात्मनां च ।
कालोद्योगस्वस्वभावादिभावैः, कर्मातोद्यैर्नतितानां नियत्या ।।६।। શ્લોકાર્ચ -
કાળ, ઉધોગ, સ્વ-સ્વભાવ આદિ ભાવો વડે કર્મ આતોધથી કર્મરૂપી વાજિંત્રોથી, નિયતિ દ્વારા નર્તિત એવા નચાવાયેલા એવા, પુગલરૂપી નટોનું અને વિવિધરૂપો વડે નૃત્ય કરતા એવા આત્માઓનું, રંગસ્થાન છે નૃત્ય કરવાનું સ્થાન, આ લોક નામનો પુરુષ છે. IIslI ભાવાર્થ
સંસારવર્તી જીવો અને પુદ્ગલો બે ભેગા થઈ લોકરૂપી પુરુષના રંગમંડપમાં અનેક પ્રકારનાં નાટકો કરે છે. પુદ્ગલો ક્યારેક સ્કંધ થાય છે તો ક્યારેક પરમાણુરૂપે થાય છે, ક્યારેક તેના તે જ પરમાણુ નાના સ્કંધ બને છે અને ક્યારેક તે જ પરમાણુઓ મોટા સ્કંધ થાય છે. વળી, તે સ્કંધો અને પરમાણુઓ જુદા જુદા વર્ણાદિ પરિવર્તન કરતા લોકમાં ફરતા દેખાય છે. વળી, પરમાણુઓના સ્કંધોને ગ્રહણ કરીને અને અનેક પ્રકારના નૃત્યને કરતા જીવો પણ જુદા જુદા રૂપોને ધારણ કરતા દેખાય છે. તેથી કોઈક જીવ ક્યારેક મનુષ્ય થાય છે તો તે જ જીવ કયારેક તિર્યંચ થાય છે, ક્યારેક નારક થાય છે તો ક્યારેક દેવ થાય છે. આ રીતે અનેક પ્રકારે પુદગલોના અને આત્માના નુત્યનું સ્થાન આ લોકરૂપી પરષ છે. કઈ રીતે પુદગલો અને આત્માઓ લોકમાં નૃત્ય કરે છે ? તે બતાવવા માટે કહે છે – કાળ, ઉદ્યોગ, સ્વ-સ્વભાવાદિથી પુદ્ગલો અને જીવો નૃત્ય કરે છે અર્થાત્ જે જીવનો જે નટ રૂપે ભાગ ભજવાનો જે કાળ હોય તે કાળમાં તે જીવ તે ભાગ ભજવે છે. તે જ રીતે જે પુદ્ગલોનો જે કાળમાં જે ભાગ ભજવાનો અવસર હોય તે કાળમાં તે પુદ્ગલો તે રૂપે નાટકનો ભાગ ભજવે છે. વળી, જીવો અને પુદ્ગલો તે તે પ્રકારના ઉદ્યમ કરવા સ્વરૂપ ઉપયોગથી તે તે પ્રકારનાં નાટકો કરે છે તેથી જે જીવ મનુષ્યરૂપે નાટક કરવાનો કાળ થાય ત્યારે તે પ્રકારનો ઉદ્યમ કરીને મનુષ્યદેહ ધારણ કરે છે, નારકયોગ્ય નાટક કરવાનો કાળ આવે ત્યારે તે પ્રકારનો ઉદ્યમ કરીને નારકનું રૂપ ધારણ કરે છે, તિર્યંચયોગ્ય નાટક કરવાનો કાળ આવે ત્યારે તે પ્રકારનો ઉદ્યમ કરીને તિર્યંચરૂપ ધારણ કરે છે. તે રીતે પુદ્ગલો પણ જે વખતે જે પુદ્ગલોનો જે પ્રકારે નાટક કરવાનો