________________
૧૩૪
શાંતસુધારસ મધ્યભાગમાં જે તિર્યશ્લોક છે તે એક રજુ વિસ્તારવાળો છે અને તે એક રજુ અસંખ્યાત દ્વીપ સમુદ્રથી પૂર્ણ છે. આનાથી એ પ્રાપ્ત થાય છે કે પુરુષના કેડના સ્થાનમાં રહેલ જે તિર્યશ્લોક છે તેના મધ્યભાગમાં જંબૂઢીપ છે જે એક લાખ યોજન વિસ્તારવાળો છે. તેના પછી સમુદ્ર છે જે તેનાથી દ્વિગુણ પરિણામવાળો છે, એ રીતે એક દ્વીપ અને એક સમુદ્રના ક્રમથી દ્વિગુણ દ્વિગુણ અસંખ્યાત દ્વીપ અને સમુદ્રો છે અને સર્વના અંતે સ્વયંભૂરમણ સમુદ્ર છે. તે દ્વીપ સમુદ્રવાળા તિર્યશ્લોકનો વિસ્તાર એક રજ્જુ પ્રમાણવાળો થાય છે અને આ તિર્યશ્લોક પુરુષના મધ્યભાગમાં આવેલો છે જેમાં જ્યોતિચ્ચક્રના મંડલોનો સમૂહ છે. વળી, આ મધ્યભાગ કૃશ છે; કેમ કે માત્ર એક જ રજુ વિસ્તારવાળો છે. જ્યારે ઉપર અને નીચેનો અધિક વિસ્તારવાળો છે. તેથી મધ્યભાગ કૃશભાગવાળો છે એમ કહેલ છે. વળી, આ તિર્યશ્લોકમાં જે દ્વીપ, સમુદ્ર છે ત્યાં વિવિધ પ્રકારની લક્ષ્મી છે. તેથી ઘણા દ્વીપોમાં ઘણા પ્રકારનાં રત્નો, સુવર્ણ, અનેક પ્રકારની ઔષધિઓ છે અને આ તિર્યશ્લોક પુરુષરૂપ લોકના કેડના સ્થાનમાં રહેલા ઉદરના ભાગમાં છે. શા શ્લોક :
लोकोऽथोचे ब्रह्मलोके धुलोके, यस्य व्याप्तौ कूर्परौ पञ्चरज्जू ।
लोकस्याऽन्तो विस्तृतो रज्जूमेकां, सिद्धज्योतिश्चित्रको यस्य मौलिः ।।३।। શ્લોકાર્ચ -
અથ ત્યાર પછી, ઊર્ધ્વલોકમાં અધોલોક અને તિર્યશ્લોકથી ઉપર રહેલા ઊર્ધ્વલોકમાં, જેની=જે પુરુષરૂપ લોકની, બે કૂર્પરા કેડે હાથ રાખીને ઊભેલા પુરુષની બે કોણીઓ, બ્રહ્મલોક અને યુલોકમાં પાંચ રજુ વ્યાપ્ત છે. અને લોકનો અંત બ્રહ્મલોકમાં પાંચ રજુ પછી ઉપર ઉપરમાં જતાં જે લોકનો અંત ભાગ આવે છે ત્યાં એક રજુથી વિસ્તૃત લોક છે. જેનો જે પુરુષરૂપ લોકનો, મૌલિ મુગટ, ચિત્રક સિદ્ધ જ્યોતિ છે=અનેક સિદ્ધના જીવો છે. III ભાવાર્થ -
મધ્યલોકનું વર્ણન કર્યા પછી તે મધ્યલોકથી ઉપર ઊર્ધ્વલોક શરૂ થાય છે અને કેડે હાથ રાખીને ઊભેલા પુરુષના આકારવાળો લોક હોવાથી કેડના ભાગથી ઉપરના ભાગમાં ઊર્ધ્વલોક શરૂ થાય છે અને તે પુરુષની કેડે રાખેલા હાથની જે બે કોણીઓ છે તે સ્થાનમાં બ્રહ્મલોક અને ઘુલોક ત્રસનાડીમાં આવે છે તે સ્થાને લોક પાંચ રજુ વ્યાપ્ત છે અને ત્યાર પછી ઊર્ધ્વમાં ઘટતા ઘટતા લોકના અંતમાં તે પુરુષરૂપલોક એક રજુ પ્રમાણ બને છે. તે એક રજુના ભાગમાં સિદ્ધના જીવો તે પુરુષના મુગટ સ્થાને છે. II3II શ્લોક :
यो वैशाखस्थानकस्थायिपादः, श्रोणीदेशे न्यस्तहस्तद्वयश्च । कालेऽनादौ शश्वदूर्ध्वं दमत्वाद्, बिभ्राणोऽपि श्रान्तमुद्रामखिन्नः ।।४।।