________________
૧૧. લોકસ્વરૂપભાવના | શ્લોક-૧-૨
૧૧. લોકસ્વરૂપભાવના
શ્લોક ઃ
सप्ताrisar विस्तृतायाः पृथिव्यश्छत्राकाराः सन्ति रत्नप्रभाद्याः । ताभिः पूर्णो योऽस्त्यधोलोक एतौ पादौ यस्य व्यायतौ सप्तरज्जू ।।१।।
શ્લોકાર્થ :
સાત નીચે નીચે વિસ્તારવાળી, જે છત્ર આકારવાળી રત્નપ્રભાદિ પૃથ્વી છે. તેના વડે=સાતરજ્જુ વિસ્તારવાળી પૃથ્વી વડે, જે અધોલોક, પૂર્ણ છે. જેના=લોકરૂપ પુરુષના, આ બે=અધોલોકવર્તી એવા આ બે પગો, સપ્તરજ્જુ વિસ્તારવાળા છે. ।।૧।।
ભાવાર્થ:
૧૩૩
લોકસ્વરૂપભાવનાનું ભાવન કરતાં મહાત્મા પ્રથમ અધોલોકનું સ્વરૂપ ઉપસ્થિત કરે છે. મનુષ્યલોકથી નીચે સાત એવા ૨જ્જુ પ્રમાણ નીચે નીચે વિસ્તૃત છત્ર આકારવાળી રત્નપ્રભાદિ નામવાળી સાત પૃથ્વીઓ છે. જે સાત પૃથ્વીઓથી પૂર્ણ એવો અધોલોક છે અને તેને સ્પષ્ટ ઉપસ્થિત કરવા અર્થે કહે છે કે પુરુષરૂપ લોક બે પગ પહોળા કરીને ઊભેલો હોય ત્યારે તેના તે પગ વચ્ચેનો વિસ્તાર નીચેના ભાગમાં સાત રજ્જુ હોય છે અને તે ક્રમસ૨ ઉપર ઉ૫૨માં ઘટતો ઘટતો મનુષ્યલોકના પાસે એક ૨જ્જુ પ્રાપ્ત થાય છે. આ રીતે અધોલોકની ઉપસ્થિતિ કરવાથી લોક કેવા સ્વરૂપવાળો છે તેના એક અવયવરૂપ અધોલોકનું સ્વરૂપ ઉપસ્થિત થાય છે. ૧
શ્લોક ઃ
तिर्यग्लोको विस्तृतो रज्जुमेकां, पूर्णो द्वीपैरर्णवान्तैरसंख्येः ।
यस्य ज्योतिश्चक्रकाञ्चीकलापं, मध्ये कार्श्य श्रीविचित्रं कटित्रम् ।।२ ।।
શ્લોકાર્થ
-:
તિર્યશ્લોક એક રજજુ વિસ્તૃત છે. અસંખ્યા દ્વીપ અને સમુદ્રના અંતથી પૂર્ણ છે. જેના=જે લોકરૂપી પુરુષના, મધ્યમાં જ્યોતિશ્યના કાચ્ચીકલાપવાળું=મંડલના સમૂહવાળું કૃશભાગવાળું, શ્રીવિચિત્ર=લક્ષ્મીથી વિચિત્ર, કટિત્ર છે=કેડનો ભાગ છે. ।।૨।।
ભાવાર્થ :
પુરુષ આકારવાળું જે લોકનું સ્વરૂપ છે એમાં કટિત્રથી=કેડથી નીચે સાતરજ્જુ પ્રમાણ અધોલોક છે તેમ પૂર્વમાં બતાવ્યું. હવે, કેડના ભાગમાં જે મધ્યલોક છે તેનું સ્વરૂપ બતાવતાં કહે છે કે પુરુષરૂપે લોકના