________________
૧૩૧
૧૦. ધર્મ સ્વાખ્યાતભાવના-ગીત | શ્લોક-૮-૯
આ ભવમાં સમ્યગ્ રીતે સેવાયેલો એવો તું સુખના અંગભૂત ધન, આરોગ્ય આદિ પૂર્ણ દશ અંગોને તું આપે છે. જેથી ધર્મ સેવનારા જીવોને વર્તમાન ભવમાં જ અનેક પ્રકારના સુખનું વેદન થાય છે. વળી, જેઓ વિવેકપૂર્વક ધર્મ સેવે છે તેઓ મનુષ્યભવ પૂર્ણ કરીને જન્માંતરમાં ઇન્દ્ર આદિનાં ઉત્તમસ્થાનોવાળા દેવભવને પ્રાપ્ત કરે છે જ્યાં તેઓને ઉત્તમસુખનો અનુભવ થાય છે. વળી, ધર્મ સેવનારા મહાત્માઓને દરેક ભવમાં ક્રમસર વધતા વધતા એવા મોક્ષના સુખને આપનારા એવા જ્ઞાનાદિને તું આપે છે. તેથી એ પ્રાપ્ત થાય કે જે.જીવો સમ્યગ્ પ્રકારે ધર્મનું સેવન કરે છે તે જીવોની વર્તમાનભવમાં ઉત્તમ પુણ્યપ્રકૃતિઓ જાગ્રત થાય છે. તેથી વર્તમાનભવમાં જ અનેક પ્રકારનાં સુખો પ્રાપ્ત થાય છે. વળી ધર્મસેવનના બળથી ભગવાનના વચનનો સૂક્ષ્મ બોધ, તત્ત્વની રુચિ અને તત્ત્વના સેવનરૂપ ચારિત્રની પરિણતિ વર્તમાનના ભવમાં ક્રમસર વૃદ્ધિ પામે છે. દેવભવમાં પણ સાક્ષાત્ ચારિત્રની પરિણતિ નહીં હોવા છતાં ચારિત્ર પ્રત્યે અત્યંત પક્ષપાત વર્તે છે અને દેવભવને પામીને તે મહાત્મા ચાર બુદ્ધિના નિધાન બને છે, જેથી તે ભવમાં મોક્ષને અનુકૂળ એવા જ્ઞાનાદિભાવોની વૃદ્ધિ કરે છે અને દેવભવમાંથી ચ્યવીને મનુષ્યભવમાં આવે ત્યારે ત્યાં પણ પૂર્વપૂર્વ કરતાં અધિક જ્ઞાનાદિને પ્રાપ્ત કરીને અલ્પકાળમાં મોક્ષસુખને પ્રાપ્ત કરે છે. II
શ્લોક ઃ
सर्वतन्त्रनवनीत ! सनातन ! सिद्धिसदनसोपान !
जय जय विनयवतां प्रतिलम्भितशान्तसुधारसपान ! ।। पालय० ९ ।।
શ્લોકાર્થ :
સર્વતંત્રના નવનીત, સનાતન, સિદ્ધિસદનના સોપાન, વિનયવાન પુરુષોને પ્રતિલમ્ભિત થયું છે શાંતસુધારસનું પાન જેનાથી એવા હે જિનધર્મ તું જય પામ, જય પામ. IIII
ભાવાર્થ:
ભગવાનનો ધર્મ કેવો ઉત્તમ છે તેની ઉપસ્થિતિ ક૨વા અર્થે અને તેના પ્રત્યે પોતાનો પૂજ્યભાવ અતિશય કરવા અર્થે મહાત્મા કહે છે – હે સર્વતંત્રના નવનીત એવા ધર્મ ! તું જય પામ. આનાથી એ પ્રાપ્ત થાય કે સર્વદર્શનકારો પોતાના અનુયાયીઓને અહિંસાધર્મ, સત્યધર્મ, આદિનું પાલન કરવાનો ઉપદેશ આપે છે. પરંતુ કોઈ દર્શનકાર હિંસા ચોરી આદિ કરવાનું કહેતું નથી અને તેવા સર્વદર્શનમાં સારભૂત નવનીત રૂપ ભગવાનના ધર્મથી સેવાયેલો જીવનો પરિણામ પ્રગટે છે; કેમ કે સમ્યગ્ રીતે સેવાયેલો ભગવાનનો ધર્મ જીવને નિર્લેપ નિર્લેપતર બનાવે છે જે ધર્મ સર્વ દર્શનને માન્ય એવી સારભૂત પરિણતિરૂપ છે. વળી, ભગવાનનો ધર્મ જગતમાં સનાતન વર્તે છે; કેમ કે કોઈ એવો કાળ નથી જ્યારે ભગવાનનો ધર્મ સેવનાર પુરુષોનો સર્વથા વિચ્છેદ થાય. ક્વચિત્ ભરતાદિક ક્ષેત્રમાં ધર્મનો વિચ્છેદ થાય તોપણ મહાવિદેહક્ષેત્રમાં ઉત્તમપુરુષોથી સેવાયેલો ધર્મ સા વિદ્યમાન છે. વળી, દેવો દ્વારા પણ સદા ભગવાનનો ધર્મ સેવાતો હોય છે. તેથી હે સનાતન એવા ધર્મ ! તું જય પામ. એ પ્રકારે મહાત્મા ભાવના કરે છે. મોક્ષરૂપ એવા સ્થાનનું