________________
૧૨૯
૧૦. ધર્મ સ્વાખ્યાતભાવના-ગીત | શ્લોક-૫-૬-૭
છે. તેથી તેઓની આગામી ભવની પરંપરા અલ્પ-અલ્પતર થાય છે એટલું જ નહીં પણ તે આગામી ભવપરંપરા પણ પ્રાયઃ સુદેવ, સુમનુષ્યરૂપ ઉત્તમભવવાળી જ રહે છે. III
શ્લોક ઃ
बन्धुबन्धुजनस्य दिवानिशमसहायस्य सहाय ।
भ्राम्यति भीमे भवगहनेऽङ्गी, त्वां बान्धवमपहाय । । पालय० ६ ।।
શ્લોકાર્થ :
અબન્ધુ જીવનો બન્ધુ છે=ધર્મ બન્ધુ છે, અસહાય જીવને દિવસ-રાત સહાય છે=ધર્મ સહાય કરનારો છે, બાન્ધવ એવા તને છોડીને=ધર્મને છોડીને, અલ્ગી=જીવ, ભયંકર ભવગહનમાં ભમે છે. IIII
ભાવાર્થ:
આપત્તિમાં જે સહાયક થાય તે બન્ધુ કહેવાય. સંસારીજીવો નરકાદિ ગતિમાં ઘણી કદર્થના પામે છે ત્યારે તેઓને સહાય કરનાર કોઈ નથી. તેથી સંસારી જીવ પરમાર્થથી બન્ધુ રહિત છે. વળી, મનુષ્યાદિભવમાં વ્યવહારથી તેના બન્ધુ આદિ હોય તોપણ જ્યારે અતિવિષમ સ્થિતિના તેના કર્મો વર્તે છે ત્યારે તે બન્ધુઓ તેને સહાય ક૨વા ઇચ્છે તોપણ કંઈ કરી શકતા નથી. તેથી સંસારી જીવ આપત્તિમાં સહાય કરે તેવા બન્ધુથી રહિત છે. એવા જીવનો ૫રમાર્થથી બન્ધુ ધર્મ છે; કેમ કે જે જીવ સમ્યક્ પ્રકારે ધર્મનું સેવન કરે છે તેનાથી પુણ્યાનુબંધીપુણ્ય બંધાય છે. જે તે જીવને દરેક ભવમાં સહાય કરી શકે છે માટે બન્ધુ રહિત જીવનો ધર્મ જ ૫૨માર્થથી બન્ધુ છે. વળી, સંસા૨વર્તી જીવો કર્મને પરવશ છે તેથી તદ્દન અસહાયરૂપ જન્મે છે, જીવે છે અને મૃત્યુ પામે છે. આવા અસહાય જીવને દિવસ રાત સહાય કરનારો ધર્મ છે. આથી જ ગમે તેવી વિષમ સ્થિતિમાં પડેલો જીવ હોય પરંતુ ધર્મના સેવનથી બંધાયેલું પુણ્ય વિપાકમાં આવે તો તે સર્વ વિષમ સ્થિતિમાં પણ તે જીવ સુરક્ષિત બને છે. તેથી સહાય વગરના જીવોને દિવસરાત સહાય કરનાર ધર્મ છે. તેથી જીવે સર્વ ઉદ્યમથી ધર્મનું જ સેવન કરવું જોઈએ. વળી ધર્મરૂપી બાન્ધવ વગર આ જીવ ભયંકર એવા ભવરૂપી વનમાં ભમે છે. તેથી કોઈક રીતે પ્રાપ્ત થયેલા મનુષ્યભવવાળો પણ જીવ ફરી નક, તિર્યંચ આદિ ગતિમાં અટવાઈને વિડંબના પામે છે. તેથી તે સર્વમાં જો ધર્મરૂપી બન્ધુની સહાય મળે તો જીવ સુરક્ષિત થાય છે. તેથી ભવની કદર્થનાથી આત્માનું રક્ષણ ક૨વા અર્થે જીવે સર્વ ઉદ્યમથી ધર્મને જ સેવવો જોઈએ. IIII
શ્લોક ઃ
द्रङ्गति गहनं जलति कृशानुः, स्थलति जलधिरचिरेण ।
तव कृपयाखिलकामितसिद्धिर्बहुना किं नु परेण ? । । पालय० ७ । ।