________________
૧૩૨
શાંતસુધારસ સોપાન ભગવાને બતાવેલો ધર્મ છે. તેથી જે જીવો ભગવાને બતાવેલા ધર્મને સમગુ રીતે સેવે છે તેઓ મોક્ષરૂપી નિવાસ્થાનને અભિમુખ સતત જઈ રહ્યા છે અને જ્યારે પૂર્ણરૂપે તે ધર્મનું સેવન કરશે ત્યારે મોક્ષને પ્રાપ્ત કરશે. તેવા ધર્મને ઉદ્દેશીને મહાત્મા ભાવન કરે છે કે હે સિદ્ધિ-સદનના સોપાન એવા ધર્મ તું જય પામ. વળી, વિનયવાન પુરુષો દ્વારા સેવનથી શાંતસુધારસનું પાન પ્રાપ્ત થાય છે જેનાથી તેવા હે ધર્મ તું જય પામ અર્થાતું જેઓને ભગવાને બતાવેલા ધર્મ પ્રત્યે અત્યંત ભકિત છે, તેથી સદા તે ધર્મ પ્રત્યે વિનયયુક્ત થઈને તેને સેવવા યત્ન કરે છે અને ધર્મના સેવનકાળમાં વિનયને અભિવ્યક્ત કરે તેવી મુદ્રામાં બેસે છે, તેથી ધર્મ પ્રત્યેનો અત્યંત બહુમાનભાવ ઉલ્લસિત થાય છે. વળી વિધિશુદ્ધ ધર્મને સેવનારા મહાત્માઓને પ્રણામ કરે છે જેથી વિધિશુદ્ધ ધર્મ સેવવાનું બળ સંચય થાય છે અને વિધિશુદ્ધ સ્વભૂમિકા અનુસાર ધર્મ સેવવા માટે બદ્ધ પરિણામવાળા થઈને ઉપયોગપૂર્વક તે તે ધર્મની ક્રિયા કરે છે, તેઓને તે ધર્મનું સેવન શાંતસુધારસનું પાન કરાવું છે. જેમ કોઈ મહાત્મા ભગવાનની ભક્તિ કરવા અર્થે વિનયપૂર્વક યત્ન કરે ત્યારે તે ભગવાનની ભક્તિ વિષયક બાહ્ય ઉચિત વિધિ શું છે અને તે બાહ્યવિધિ દ્વારા અંતરંગ રીતે ભગવાનના ગુણોનું પ્રતિસંધાન કરીને વીતરાગગામી ઉપયોગને કઈ રીતે ઉલ્લસિત કરવો જોઈએ તેને
સ્મૃતિમાં લાવે અને જે શ્રાવકો તે વિધિપૂર્વક ભગવાનની ભક્તિ કરે છે તેઓને સ્મૃતિમાં લાવીને નમસ્કાર કરે છે અને વિચારે છે કે જે રીતે આ મહાત્માઓ વિધિશુદ્ધ દ્રવ્યસ્તવને કરીને ભાવસ્તવને અનુકૂળ અંતરંગ શક્તિનો સંચય કરી શક્યા તેમ હું પણ તેમના પ્રત્યેના ભક્તિના પરિણામથી અંતરંગ શક્તિનો સંચય કરી શકું એ પ્રકારના સંકલ્પપૂર્વક પૂજાની વિધિમાં દઢ માનસ વ્યાપારવાળા થઈને પૂજાની ક્રિયાઓ કરે છે. તેઓની તે વિનયપૂર્વકની ભક્તિની ક્રિયાથી ઘણા પ્રકારના મોહના સંસ્કારો શાંત થવાથી તેઓના ચિત્તમાં શાંતસુધારસનું પાન પ્રાપ્ત થાય છે. તેવા શાંતસુધારસના પાનને કરાવનારા એવા હે ધર્મ, તું જય પામ. આ પ્રકારે કહીને મહાત્મા તે ધર્મ પ્રત્યેનો પોતાના આદરનો અતિશય કરે છે. ICTI
II દસમો પ્રકાશ પૂર્ણ II