________________
૧૧. લોકસ્વરૂપભાવના | શ્લોક-૪-૫
શ્લોકાર્ચઃ
જે લોકરૂપ પુરુષ વૈશાખ સ્થાનક સ્થાયીપાદવાળો=સમાનપણાથી સ્થાપન કરાવેલા પહોળા બે પગવાળો, શ્રોણીદેશમાં=કટિપ્રદેશમાં=કેડના સ્થાનમાં, સ્થાપન કરાયેલા બે હાથવાળો અનાદિકાળમાં શાશ્વત ઊર્ધ્વ રહેલો શ્રાંતમુદ્રાને ધારણ કરતો પણ દમપણાથી=પોતાના ઉપર સંયમ હોવાથી અખિન્ન છે, II૪
ભાવાર્થ:
ઉપરના ત્રણ શ્લોકમાં અધોલોક, તિર્યશ્લોક અને ઊર્ધ્વલોકમાં લોકરૂપ પુરુષ કેવા સ્વરૂપવાળો છે તેનું સ્વરૂપ બતાવ્યું. હવે, તે લોકરૂપ પુરુષ પૂર્ણ કયા આકારથી પુરુષ મુદ્રાવાળો દેખાય છે તે સ્પષ્ટ કરે છે. જેમ કોઈ પુરુષ પોતાના બે પગને પહોળા રાખીને અને કેડ ઉપર બે હાથને સ્થાપન કરેલો પણ શાશ્વત ઊર્ધ્વ ઊભો રહેલો હોય તેના જેવો લોકરૂપ પુરુષ છે તેથી તેના અધોલોકનો ભાગ બે પગ પહોળા કરાયેલી અવસ્થાવાળો દેખાય છે. મધ્યમલોકનો ભાગ કટિતટ પાસે દેખાય છે અને કટિતટના ઉપરના ભાગમાં ઊર્ધ્વલોક દેખાય છે. જે કેડ ઉપર હાથ રાખેલ ઊભેલા પુરુષ જેવો છે. તેથી કટિતટ પર હાથ રાખેલા ભુજાની બે કોણીઓ પાસે પાંચ રજ્જુ પ્રમાણ બને છે. ત્યાંથી ઊર્ધ્વમાં ઘટતાં ઘટતાં મસ્તક પાસે એક રજ્જુ પ્રમાણ બને છે અને અનાદિકાળથી શાશ્વત ઊર્ધ્વ ઊભેલો પુરુષ હોવાથી શ્રાંતમુદ્રાને ધારણ કરતો હોય એવો દેખાય છે. તોપણ લોકરૂપ પુરુષ ક્યારેય થાકને કારણે ખિન્ન થઈને બેસતો નથી પરંતુ કાયમ માટે સદા ઊભો રહે છે. ૪
શ્લોક ઃ
सोऽयं ज्ञेयः पूरुषो लोकनामा, षड्द्रव्यात्माऽकृत्रिमोऽनाद्यनन्तः धर्माधर्माकाशकालात्मसंज्ञैर्द्रव्यैः पूर्णः सर्वतः पुद्गलैश्च ।।५।।
૧૩૫
શ્લોકાર્થ :
તે આ=શ્લોક-૪માં બતાવ્યું તે આ, છ દ્રવ્યાત્મક અકૃત્રિમ અનાદિ અનંતલોક નામનો પુરુષ જાણવો.
તે કઈ રીતે છ દ્રવ્યથી પૂર્ણ છે ? તે સ્પષ્ટ કરે છે
ધર્મ, અધર્મ, આકાશ, કાળ અને આત્મા સંજ્ઞાવાળા દ્રવ્યથી અને પુદ્ગલથી સર્વ બાજુથી પૂર્ણ છે=આ લોકપુરુષ પૂર્ણ છે. પા
ભાવાર્થ:
મહાત્મા લોકસ્વરૂપભાવનાનું ભાવન કઈ રીતે કરે છે તે બતાવવાનો પ્રારંભ પ્રસ્તુત પ્રકાશમાં કરેલ છે. તે પુરુષ આકારની કલ્પના દ્વારા ચૌદ રજ્જુ સ્વરૂપ લોકને મહાત્મા ઉપસ્થિત કરે છે અને પૂર્વના
-