________________
૬૨
શાંતસુધારસ તું આશ્રય કરે છે, અધીર એવું તે પણ શરીર ધૃતખેવાળા એવા તને નિયતકાળે ત્યાગ કરે છે. રા.
ભાવાર્થ :
મહાત્માઓને પણ દેહ સાથેના અન્યત્વભાવને સ્થિર કરવો અતિદુષ્કર છે. તેઓ શાસ્ત્ર ભણીને અને ઉપદેશ સાંભળીને આત્મા શરીરથી ભિન્ન છે એમ માને છે; છતાં શરીર સાથેની અભેદબુદ્ધિથી જ પ્રાયઃ પ્રવૃત્તિ કરે છે. તેના નિવારણ માટે મહાત્મા ભાવન કરે છે કે અન્ય સર્વ પદાર્થ કરતાં જીવને દેહ પ્રત્યે અતિ મોહ છે અને તેના કારણે “આ હું છું એવો વિભ્રમ સદા વર્તે છે. તેથી જ દેહને કંઈ થાય તો પોતાને પીડા થાય છે તેવી બુદ્ધિ થાય છે. વસ્તુત: પોતાના સમભાવના સ્વરૂપ સાથે જીવનો અતિ અભેદ છે, પરંતુ તેનો નાશ થતો હોય તોપણ “મને કાંઈક થાય છે' એવી બુદ્ધિ થતી નથી, તેનું કારણ શરીર સાથે અભેદનો વિભ્રમ વર્તે છે. તેનું સ્મરણ કરીને મહાત્મા કહે છે કે જે શરીર સાથે તું અભેદનો આશ્રય કરે છે તે ચંચલ એવું શરીર તારો નિયતકાળ ત્યાગ કરે છે. તેને મરવાની ઇચ્છા નથી, છતાં ખેદ વાળા એવા પણ તારો ત્યાગ કરે છે. તેથી તે શરીર પ્રત્યેની અભેદબુદ્ધિનો ત્યાગ કરીને જગતના સર્વ પદાર્થો પ્રત્યે તુલ્ય બુદ્ધિ થવાથી આત્માને જે નિરાકુળ અવસ્થાની પ્રાપ્તિ થાય છે તેમાં જ તું અભેદ બુદ્ધિને સ્થિર કર અને શરીર પ્રત્યેના અન્યત્વભાવને સ્થિર કર. જેથી સંસારના અનર્થની પરંપરાથી તારું રક્ષણ થાય.liા.
બ્લોક :
जन्मनि जन्मनि विविधपरिग्रहमुपचिनुषे च कुटुम्बम् । तेषु भवन्तं परभवगमने, नानुसरति कृशमपि शुम्बम् ।।विनय० ३।।
શ્લોકાર્ધ :
દરેક જન્મમાં તું વિવિધ પરિગ્રહને અને કુટુંબને એકઠું કરે છે, (પરંતુ) પરભવના ગમનકાળમાં એકઠા કરાયેલા તે પરિગ્રહમાંથી અને કુટુંબમાંથી અલ્પ પણ શુમ્બકમાત્ર ફોતરું પણ, તને અનુસરતું નથી. ll3II ભાવાર્થ :
જેઓ આત્માને શાશ્વત અને પરભવમાં સાથે જનારો માને છે, તેઓને સ્વસંવેદનથી પ્રત્યક્ષ છે કે આ ભવમાં ઘણા શ્રમથી એકઠા કરાયેલા પરિગ્રહમાંથી કે કુટુંબમાંથી કોઈ વસ્તુ તેની સાથે આવતી નથી પરંતુ આત્મા પર પડેલા સંસ્કારો અને પોતાનાં કર્મોને લઈને જ જીવ પરભવમાં જાય છે. છતાં પરપદાર્થ પ્રત્યેના સંશ્લેષને કારણે પ્રત્યક્ષથી દેખાતા પણ સ્વરૂપને વિચાર્યા વગર સંશ્લેષથી ખેંચાઈને જીવ પરપદાર્થમાં જ યત્ન કરે છે. આ યત્નના નિવારણ અર્થે મહાત્માઓ આત્માને અત્યંત ભાવિત કરવા અર્થે વિચારે છે કે દરેક જન્મમાં તેં ઘણા પ્રકારના ધન, ધાન્યાદિક પરિગ્રહને, શ્રમ કરીને એકઠા કર્યા અને વિશાળ કુટુંબને