________________
૭૬
શાંતસુધારસ પરસેવાથી પણ બહાર અસુરભિ ગંધ આવે છે. તે અસુરભિ ગંધને આવરણ કરવા માટે સંસારીજીવો સુગંધી પદાર્થોનું વિલેપન શરીર ઉપર કરે છે તો પણ તે અસુરભિ ગંધ આવૃત થઈ શક્તી નથી. તેથી વિલેપન કર્યા પછી કંઈક કાળ રહીને દેહમાંથી અસુરભિ ગંધ બહાર નીકળે છે છતાં સુગંધનો અર્થી જીવ વારંવાર સુગંધી પદાર્થોને દેહ ઉપર લગાડીને દેહને સુંઘે છે. તેની આ પ્રકારની ચેષ્ટા જોઈ બુધ પુરુષ તેના શૌચાચાર પ્રત્યે હસે છે. આશય એ છે કે, શરીર અશુચિમય જ છે તેને આ રીતે શુચિ કરી શકાતું નથી. તથી જેઓ દેહ પ્રત્યેના મમત્વનો ત્યાગ કરીને દેહથી ભિન્ન એવા આત્માને દેહ પ્રત્યે નિર્મમ કરીને શુચિ કરે છે તેનો આત્મા જ મોહનો સંક્લેશ વગરનો હોવાથી શુચિ છે. પરંતુ સંસારીજીવા આત્માને શુચિ કરવાની ઉપેક્ષા કરીને અશુચિ એવા દેહને જ ઉત્તમ પદાર્થોથી શુચિ કરવા યત્ન કરે છે. તેઓની તે મૂર્ખતાભરી ચેષ્ટા બુધ પુરુષો માટે હાસ્યસ્પદ છે. એમ વિચારીને મહાત્માઓ અશુચિભાવનાને સ્થિર કરીને શુચિ એવા આત્મા પ્રત્યે પક્ષપાતવાળા બને છે અને દેહ પ્રત્યેના પક્ષપાતનો ત્યાગ કરે છે. જા. શ્લોક :
द्वादशनवरन्ध्राणि निकामं, गलदशुचीनि न यान्ति विरामम् ।
यत्र वपुषि तत् कलयसि पूतं, मन्ये तव नूतनमाकूतम् ।।भावय० ५।। શ્લોકાર્ચ -
જે શરીરમાં અત્યંત ગળતી અશુચિવાળાં ૧૨ અને ૯ છિદ્રો વિરામને પામતાં નથી. તેને તે શરીરને, તું પવિત્ર માને છે. આ તારો નવીન આકૂત-નવીન વિચાર છે એમ હું માનું છું. આપણા ભાવાર્થ :
સ્ત્રીઓના શરીરનાં ૧૨ છિદ્રોમાંથી અને પુરુષના શરીરનાં ૯ છિદ્રોમાંથી સતત અશુદ્ધિ ઝરે છે તેથી જ શરીરને સ્નાન, વિલેપનાદિ કંઈ ન કરવામાં આવે તો બહારથી પણ દુર્ગધમય જ પ્રતીત થાય છે અને આ ૧૨૯ છિદ્રોમાંથી નીકળતી અશુચિ ક્યારે પણ વિરામ પામતી નથી. ગમે તેટલાં ઉત્તમ દ્રવ્યોનો સંગ કરવામાં આવે તોપણ તે છિદ્રોમાંથી સતત અશુચિ નીકળે છે છતાં મોહને વશ જીવો ઉત્તમ દ્રવ્યોથી તેનું વિલેપન કરીને પોતાનું તે શરીર પવિત્ર છે તેમ જાણે છે અને બીજાના પણ સુંદર દેહને જોઈને એ પવિત્ર છે એમ માને છે. તેને ગ્રંથકારશ્રી કટાક્ષમાં કહે છે કે – તારો આ નવો સંકલ્પ છે એમ હું માનું છું અર્થાત્ તારો આ વિચાર અનુભવથી વિરુદ્ધ છે પરંતુ અનુભવને અનુરૂપ નથી; કેમ કે શરીર પવિત્ર નથી એ અનુભવસિદ્ધ પદાર્થ છે. આ પ્રકારે ભાવન કરીને દેહ સર્વથા અશુચિય છે માટે કોઈના દેહ પ્રત્યે કે પોતાના દેહ પ્રત્યે પણ મમત્વ કરવું જોઈએ નહીં. પરંતુ પવિત્ર એવા શુદ્ધ આત્મા પ્રત્યે મમત્વ કરીને તેના હિત માટે ઉદ્યમ કરવો જોઈએ. આ પ્રકારે ભાવન કરીને મહાત્માઓ અંતરંગભાવોને અભિમુખ આત્માને બનાવે છે. આપણા