________________
૧૦. ધર્મ સ્વાખ્યાતભાવના, શ્લોક-૧
૧૧૫
( ૧૦. ધર્મ સ્વાખ્યાતભાવના છે શ્લોક :. दानं च शीलं च तपश्च भावो, धर्मश्चतुर्धा जिनबान्धवेन । निरूपितो यो जगतां हिताय, स मानसे मे रमतामजस्रम् ।।१।।
શ્લોકાર્ય :
દાન, શીલ, તપ, અને ભાવ એ ચાર પ્રકારનો ધર્મ જિનબાન્ધવ વડે કહેવાયેલો છે. જે જગતના હિત માટે છે, તે-તે ધર્મ, મારા માનસમાં સતત રમો. IIII ભાવાર્થ(૧) દાનધર્મ :
જે ધર્મમાં ધનવ્યયથી આત્મામાં મોક્ષને અનુકૂળ ભાવો પ્રગટે તે દાનધર્મ છે. શ્રાવકો ઉત્તમ દ્રવ્યોથી જે પ્રકારની ભગવાનની ભક્તિ કરે છે, સુપાત્રને અને અનુકંપાપાત્ર જીવોને જે અન્નાદિ આપે છે તે સર્વ દ્વારા આત્મામાં ઉત્તમભાવો થાય છે તે દાનધર્મ છે. પૂજાની ઉત્તમ સામગ્રીથી ભગવાનની પૂજા કરવાથી શ્રાવકનું ચિત્ત ભગવાનના ગુણોથી રંજિત બને છે. તે ભગવાનના ગુણોથી રંજિત થયેલું ચિત્ત દાનથી થયેલું હોવાથી અર્થાત્ ધનના વ્યયથી થયેલું હોવાથી તે દાનધર્મ કહેવાય છે.
વળી, જેમ ગુણવાન એવા સુસાધુના ગુણોને જોઈને જે શુદ્ધ અન્નાદિનું દાન વિવેકી જીવ આપે છે તેનાથી સુસાધુના સંયમની વૃદ્ધિ કરવાના અભિલાષરૂપ જે ભાવ થાય છે તે દાનથી થયેલો હોવાથી દાનધર્મ કહેવાય છે.
વળી, અનુકંપાપાત્ર જીવોને જોઈને તેઓનાં દુઃખોને દૂર કરવાના સુંદર અધ્યવસાયથી જે અન્નાદિ અપાય છે, તે અન્નાદિના દાનથી જે દયાળુ સ્વભાવ પુષ્ટ-પુષ્ટતર થાય છે તે દાનથી થયેલો હોવાથી દાનધર્મ કહેવાય છે. આ દાનધર્મ જ ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને શીલાદિના ક્રમથી ભાવધર્મ રૂપે પ્રગટ થાય છે, અને પ્રકર્ષને પામેલો ભાવધર્મ જ સિદ્ધ અવસ્થામાં રહેલા આત્માના સ્વભાવરૂપ શુદ્ધધર્મની પ્રાપ્તિનું કારણ છે. (૨) શીલધર્મ -
દાનધર્મ કરનાર શ્રાવક પણ જે દેશવિરતિ આદિ પાળે છે તે શીલધર્મ છે, તપાદિ કરે છે તે તપધર્મ છે, ઉત્તમભાવો કરે છે તે ભાવધર્મ છે. છતાં પણ શ્રાવકને પ્રધાનરૂપે દાનધર્મ હોય છે તેથી ઉત્તમ સામગ્રીથી શ્રાવક ભગવાનની ભક્તિ આદિ કરે છે. આમ છતાં, શ્રાવક મોક્ષના અર્થી છે તેથી દાન કરીને જેમ ધર્મ નિષ્પન્ન કરે છે તેમ સ્વશક્તિ અનુસાર શીલાદિ પાળીને પણ આત્મામાં ધર્મ નિષ્પન્ન કરે છે અને તે શીલધર્મ શ્રાવકનાં બાર વ્રતો રૂપ છે અને સાધુનો શીલધર્મ પાંચ મહાવ્રત રૂપ છે. સાધુ પ્રધાનરૂપે શીલધર્મ પાળે છે