________________
૧૧૩
૯. નિર્જરાભાવના-ગીત | શ્લોક-૭-૮ શ્લોક :. संयमकमलाकार्मणमुज्ज्वलशिवसुखसत्यङ्कारम् ।
चिन्तितचिन्तामणिमाराधय, तप इह वारंवारम् ।।विभावय० ७।। શ્લોકાર્ય :
સંયમરૂપી કમલાનું=સંયમરૂપી સંપતિના વિસ્તારનું, કાર્મણ વશ કરનાર, ઉજ્વલ એવા શિવસુખનો સત્યકાર કરાવનાર, ચિંતિત વસ્તુને આપે એવા ચિંતામણિરૂપ તપનું અહીં સંસારમાં, તું વારંવાર આરાધન કર. પછી ભાવાર્થ :
પોતાના આત્માને સંબોધીને મહાત્મા કહે છે કે તું સંસારમાં વારંવાર તપનું આરાધન કરે જેથી નિર્જરાની પ્રાપ્તિ થાય. તે તપ કેવું સુંદર છે તે બતાવવા અર્થે કહે છે – આત્માની સંયમરૂપી સંપત્તિના વિસ્તારને વશ કરનાર આ તપ છે. આશય એ છે કે જે મહાત્મા વીતરાગતાને અનુકૂળ એવા ગુણો ઉલ્લસિત થાય તે પ્રકારે તપ કરે છે તે મહાત્માનો આત્મા વીતરાગભાવનાથી અત્યંત ભાવિત બને છે. તેથી તે મહાત્માનું કર્મો પરનું પ્રભુત્વ વધતું જાય છે અને અત્યારસુધી આત્મા ઉપર કર્મોનું પ્રભુત્વ હતું તે ઓછું થાય છે. તેથી પોતાના આત્મા ઉપર પોતાના સંયમને અનુકૂળ વીર્યને પ્રગટ કરાવનાર તપ છે. વળી, ઉજ્વલ એવા મોક્ષસુખનું સાક્ષાત્કાર કરાવનાર આ તપ છે; કેમ કે મોક્ષની અવસ્થા સર્વ વિકાર વગરની છે. અને તપના સેવનથી જેટલા અંશથી વિકારો શમે છે તેટલા અંશથી સ્વસ્થતાનું સંવેદન થાય છે અને મહાત્માને સાક્ષાત્ અંતરંગ પ્રતીતિ થાય છે કે જો તપના સેવનથી આ રીતે વિકાર વગરનું સુખ પ્રગટ થતું હોય તો સર્વકર્મ રહિત એવા મોક્ષમાં કેવું અનુપમ સુખ હશે ? આવો કંઈક નિર્ણય તે મહાત્માને થાય છે માટે તપ મોક્ષના સુખને સત્યકાર કરાવનાર છે. વળી, આ તપ ઇચ્છાયેલા ફળને આપનાર ચિંતામણિરત્ન જેવું છે; કેમ કે તપથી બંધાયેલા ઉત્તમ કોટિના પુણ્યના બળથી સદ્ગતિઓની પરંપરા દ્વારા અંતે પૂર્ણ સુખમય એવા મોક્ષસુખને આપનાર આ તપ છે. માટે પ્રમાદ વગર વારંવાર આ તપનું આરાધન કર. એમ કહીને મહાત્મા પોતાનું સર્વીર્ય તપ કરવા માટે ઉલ્લસિત કરે છે. llણા શ્લોક :
कर्मगदौषधमिदमिदमस्य च, जिनपतिमतमनुपानम् । विनय समाचर सौख्यनिधानं, शान्तसुधारसपानम् ।।विभावय० ८॥ શ્લોકાર્થ :હે વિનય ! કર્મરૂપી રોગનું ઔષધ એવું આ છે શાંતસુધારસનું પાન છે અને આનું ઔષધનું,