________________
૧૧ર
શાંતસુધારણા તે અત્યંતરતા છે. અનશન આદિ છે પ્રકારના તપ જૈનદર્શનમાં પ્રસિદ્ધ છે તેમ અન્યદર્શનમાં પણ તારૂપે પ્રસિદ્ધ છે તેથી તે બાહ્યતા છે અને આ બાહ્યતપ અને અત્યંતરતા આત્માના મોહનાશને અનુકૂળ વ્યાપારવાળા થાય તો નિર્જરાનું કારણ બને છે અને મોહવૃદ્ધિને અનુકૂળ વ્યાપારવાળા થાય તો આશ્રવરૂપ બને છે. માટે વિવેકી પુરુષે અંતરંગ રીતે મોહનાશમાં વિર્ય ઉલ્લસિત થાય તે રીતે બાર પ્રકારના તપમાં યત્ન કરવો જોઈએ જેથી તે તપ નિર્જરાનું કારણ બને. IFપા શ્લોક :
शमयति तापं गमयति पापं, रमयति मानसहंसम् ।
हरति विमोहं दरारोह, तप इति विगताशंसम् ।।विभावय०६।। શ્લોકાર્થ :
દુઃખે કરીને આરોહણ થઈ શકે તેવો આશંસા વગરનો તપ, તાપનું શમન કરે છે, પાપનું ગમન કરે છે પાપનો નાશ કરે છે. મનરૂપી હસને રમાડે છે=આત્મસરોવરમાં રમાડે છે (અને વિમોહને હરે છે=મોહનું હરણ કરે છે. IIકા. ભાવાર્થ -
જીવ બાહ્ય આચરણાત્મક બાર પ્રકારનો તપ કરી શકે છે પરંતુ તે તે તપની ક્રિયા દ્વારા નિર્જરાને અનુકૂળ એવા આત્માભાવોને સ્પર્શીને તપના પરિણામ ઉપર આરોહણ કરવા સમર્થ બનતો નથી, પરંતુ જે મહાત્માઓ અંતરંગ ઉપયોગપૂર્વક તે તે તપમાં યત્ન કરે છે તેઓ જ નિર્જરાના કારણભૂત એવા તપ ઉપર આરોહણ કરી શકે છે. જેમ કોઈક અતિવિષમ પર્વત હોય તો તેના ઉપર બધા જીવો ચઢી શકતા નથી છતાં કોઈક વૈર્યપૂર્વક ચઢનારો તે પર્વત ઉપર ચઢી શકે છે. તેમ જે જીવો પૂર્વમાં વર્ણન કરાયેલા બાર પ્રકારના તપમાંથી પોતાની ભૂમિકાને અનુરૂપ તપ સેવતા હોય અને ધૃતિ પૂર્વક તે તપની ક્રિયા દ્વારા અંતરંગ સદ્વર્ય ઉલ્લસિત કરતા હોય તો તે તારૂપી પર્વત ઉપર આરોહણ કરી શકે છે અને તેવો તપ સંસારની સર્વ આશંસાથી રહિત હોય છે અને ગુણના પક્ષપાતપૂર્વક કરાયેલો હોય છે. તેવો તપ કેવા ઉત્તમ ફળવાળો છે તે બતાવતાં કહે છે – જે મહાત્માઓ દુરારોહ તેવા તપનું સેવન કરે છે તેમનો તે તપ અંતસ્તાપનું શમન કરે છે=કષાયરૂપી તાપનું શમન કરે છે. પાપનો નાશ કરે છે–પૂર્વમાં બાંધેલાં ક્લિષ્ટ એવાં પાપોનો નાશ કરે છે અને તપ સેવનાર મહાત્માના મનરૂપી હંસને આત્મારૂપી સરોવરમાં રમાડે છે. અર્થાત્ તેનું મન આત્માના નિર્વિકારક સ્વરૂપમાં રમે છે. વળી, તે તપ મોહનું હરણ કરે છે; કેમ કે તે તપના સેવનથી પ્રગટ થયેલી નિર્મલ પ્રજ્ઞાને કારણે મહાત્માને મોહ વગરની આત્માની રમ્ય અવસ્થા જ સારરૂપ જણાય છે. તેથી ભવના પારમાર્થિક સ્વરૂપનું સમાલોચન કરીને શક્તિ અનુસાર ઉત્તમ સદુદ્દીર્ય ઉલ્લસિત થાય તે રીતે તપમાં યત્ન કરવો જોઈએ. છા