________________
૧૨૬
શાંતસુધારસ શ્લોકાર્ચ -
હે જિનધર્મ!તારા મહિમાના અતિશયથી વાદળાંઓ અમૃતમય પાણીથી જમીનને સિંચન કરે છે. સૂર્ય અને ચંદ્ર ઉચિતકાળે ઊગે છે. આશા ભાવાર્થ :
જગતવર્તી તે તે ક્ષેત્રમાં વર્તતા જીવોના તે પ્રકારના ઉચિત પુણ્યરૂપ ધર્મના પ્રભાવથી વર્ષાકાળમાં વાદળાંઓ શીતલતાનું અર્પણ કરે તેવા પાણીનું સિંચન કરે છે તેથી તે ક્ષેત્રવર્તી જીવોને શાતાની પ્રાપ્તિ થાય છે. તે પ્રકારની શાતાની પ્રાપ્તિને અનુકૂળ તે જીવોનું જે પુણ્ય છે તે ધર્મના જ પ્રભાવે છે. વળી, મનુષ્યક્ષેત્રમાં ઉચિતકાળે સૂર્યનો ઉદય થાય છે. જેથી તે તે પ્રકારના રોગોના ઉપદ્રવ થતા નથી અને અનેક પ્રકારની અનુકૂળતાઓ પ્રગટે છે અને રાત્રે શીતલતાને અર્પણ કરે તેવા ચંદ્રનો ઉદય થાય છે તે સર્વ પણ તે જીવોના ધર્મનો જ પ્રભાવ છે. તેથી જગતમાં જે કંઈ સુંદર પ્રાપ્ત થાય છે તે સર્વ ધર્મનું જ ફળ છે માટે સુખના અને કલ્યાણના અર્થી જીવે સર્વ ઉદ્યમથી ધર્મને જ સેવવા યત્ન કરવો જોઈએ. શા શ્લોક :निरालम्बमियमसदाधारा, तिष्ठति वसुधा येन ।
तं विश्वस्थितिमूलस्तम्भं, तं सेवे विनयेन ।।पालय० ३।। શ્લોકાર્ચ -
જેના વડે જે ધર્મ વડે, અસદ્ આધારવાળી પૃથ્વી નિરાલંબન રહે છે તેને, વિશ્વચિતિના મૂલસ્તંભ એવા તેને ધર્મને, વિનયથી અત્યંત બહુમાનથી, હું એવું છું. Ila ભાવાર્થ
વસ્તુનો સ્વભાવ એ ધર્મ છે. એ અનુસાર આત્માનો સ્વભાવ આત્માનો ધર્મ છે અને પુદ્ગલનો સ્વભાવ એ પુદ્ગલનો ધર્મ છે. આ પૃથ્વી કોઈ પણ આધાર વગર નિરાલંબન રહે છે તેનું કારણ તેના નીચે ઘનવાત, તનવાત આદિ તે તે પ્રકારના સ્વભાવવાળા પુલો સ્વભાવિક રહેલા છે. તેથી તે પુદ્ગલોના તેવા સ્વભાવને કારણે આધાર વગરની આ પૃથ્વી ટકી રહી છે. વળી, તે સ્થાનમાં તેવા ઘનવાત, તનવાત આદિ પગલો તે પ્રમાણે સદા રહે છે તેનું કારણ તે પૃથ્વી પર વર્તતા જીવોનું તથા પ્રકારનું પુણ્ય છે જેના માહાભ્યથી ઘનવાત આદિ પુદ્ગલો પૃથ્વી નીચે સદા અવસ્થિત રહે છે અને પૃથ્વી ક્યારે પણ અધોલોકમાં જઈને પડતી નથી. વળી, વિધ્વંસ્થિતિનો મૂલસ્તંભ ધર્મ છે; કેમ કે તે તે પદાર્થનો તે તે પ્રકારનો ધર્મ હોવાથી વિશ્વમાં વર્તતા પુદ્ગલો તે તે ભાવરૂપે પરિણમન પામે છે અને તે તે ભાવરૂપ પરિણમન પામેલા પુદ્ગલો તે તે જીવ દ્વારા ગ્રહણ થઈને શરીરાદિની રચના વગેરે થાય છે. સર્વ તે પુદ્ગલો અને તે જીવોનો તે પ્રકારનો સ્વભાવ છે. તેથી વિશ્વની સર્વ વ્યવસ્થા તે તે પદાર્થોના, તે તે પ્રકારના ધર્મના કાર્યથી થાય છે.