________________
શાંતસુધારસ
૧૨૦
ચંદ્રના ઉદયથી થતા ઉપકારની જગતના જીવોને પ્રાપ્તિ થાય છે. વળી, ઉનાળાના કાળમાં પૃથ્વી અત્યંત ઉષ્ણ બને છે તે વખતે ઉચિતકાળે મેઘ વરસીને પૃથ્વીને શીતલ કરે છે તે પણ તે ક્ષેત્રમાં વર્તતા જીવોના પુણ્યનો પ્રભાવ છે. અહીં વિશેષ એ છે કે જે ક્ષેત્રમાં જે જીવો હોય તે ક્ષેત્રવર્તી ઘણા જીવોનું તે પ્રકારનું પુણ્ય વર્તતું હોય જેના દ્વારા જગતની સુવ્યવસ્થા ચાલતી હોય છે. તે વખતે કેટલાક જીવોનું તેવું તીવ્ર પુણ્ય ન હોય તોપણ અન્ય પુણ્યશાળી જીવો તે ક્ષેત્રમાં વર્તતા હોય તેના કારણે તેમનું નબળું પુણ્ય પણ તે પુણ્યશાળી જીવોના પુણ્યના બળથી તીવ્ર બને છે તેથી તેઓને પણ તે પુણ્યનું ફળ મળે છે. જેમ અતિ પુણ્યશાળી તીર્થંકરો વિચરતા હોય ત્યારે તેઓની વિહારભૂમિમાં રોગાદિ સર્વ ઉપદ્રવો દૂર થાય છે. તીર્થંકરના પુણ્યથી થયેલા કાર્યનું ફળ તે ક્ષેત્રમાં વર્તતા જીવોને મળે છે. તેથી જગતમાં જે કંઈ સુંદર છે તે સર્વ ધર્મના પ્રભાવથી છે અને જે કંઈ અસુંદર છે તે અધર્મના પ્રભાવથી છે. માટે સુંદર ફળના અર્થી જીવોએ
શ્લોક-૧-૨માં બતાવ્યા પ્રમાણે ધર્મમાં ઉદ્યમ કરવો જોઈએ. II3II
શ્લોક ઃ
उल्लोलकल्लोलकलाविलासैर्नाप्लावयत्यम्बुनिधिः क्षितिं यत् ।
न घ्नन्ति यद् व्याघ्रमरुद्दवाद्या, धर्मस्य सर्वोऽप्यनुभाव एषः ।।४।। શ્લોકાર્થ ઃ
ઉલ્લોલકલ્લોલના વિલાસથી સમુદ્ર પૃથ્વીને જે વિનાશ કરતો નથી, વાઘ, પવન, કે દાવાનળ આદિ જે જગતનો વિનાશ કરતા નથી એ સર્વ પણ ધર્મનો અનુભાવ છે=ધર્મનું કાર્ય છે. ।।૪। ભાવાર્થ --
જગતની વ્યવસ્થા સુરક્ષિત ચાલે છે તે પણ તે ક્ષેત્રમાં વર્તતા જીવોનું પુણ્ય છે, આથી જ જ્યારે તે ક્ષેત્રમાં વર્તતા જીવોનું પુણ્ય વિદ્યમાન નથી હોતું ત્યારે સમુદ્ર ઘણા નગરોનો વિનાશ કરે છે. વળી, હિંસક એવા વાઘાદિ પશુઓ કે ભયાનક પવન કે દાવાનળ ઘણા નગરોનો નાશ કરે છે, છતાં વર્તમાનમાં લોકો ઉપદ્રવ રહિત થઈ જીવે છે તે સર્વ તે ક્ષેત્રમાં વર્તતા જીવોના ધર્મનો જ પ્રભાવ છે. જગતમાં જે કાંઈ અનુકૂળ સંયોગો પ્રાપ્ત થાય છે તે સર્વ પુણ્યનું જ કારણ છે અને પુણ્ય ધર્મના સેવનથી થાય છે માટે તે ધર્મનો જ પ્રભાવ છે તેમ કહેવાય છે. તેથી સુખના અર્થી જીવે સર્વ પ્રયત્નથી ધર્મને સેવવા યત્ન કરવો જોઈએ. II૪
શ્લોક ઃ
यस्मिन्त्रैव पिता हीताय यतते, भ्राता च माता सुतः, सैन्यं दैन्यमुपैति चापचपलं, यत्राऽफलं दोर्बलम् । तस्मिन् कष्टदशाविपाकसमये, धर्मस्तु संवर्मितः सज्जः सज्जन एष सर्वजगतस्त्राणाय बद्धोद्यमः । । ५ ।।