________________
૧૧૮
શાંતસુધારસ પોતાના અલ્પજ્ઞાનમાં, અલ્પચારિત્રમાં, અલ્પતપાદિમાં મદ કરતા નથી પરંતુ સદા પૂર્ણગુણને અભિમુખ નમ્રભાવવાળા રહે છે જેથી લોકોના આદર-સત્કાર ન સ્પર્શે તેવો સંવરનો ભાવ થાય છે જે માર્દવના પરિણામરૂપ છે. (૪) શૌચઃ
વળી, પરમાર્થથી આત્મા, ગુણોથી પવિત્ર છે દેહની શુદ્ધિથી પવિત્ર નથી. તેથી આત્માના શુદ્ધભાવોને પ્રગટ કરવા અર્થે શૌચભાવનાથી સાધુ ભાવિત રહે છે. સંસારીજીવોની જેમ બાહ્યશૌચથી શુદ્ધ થવાનો પ્રયત્ન કરતા નથી. તેથી ચાર પ્રકારના અદત્તાદાનનું સૂક્ષ્મ સ્વરૂપ જાણીને તેના પરિહાર માટે યત્ન કરે છે જે શૌચના પરિણામરૂપ છે. (૫) સંગત્યાગ :
સાધુ દ્રવ્યસંગનો અને ભાવસંગનો ત્યાગ કરીને આત્માને અસંગભાવથી સદા વાસિત રાખે છે. આથી જ સમુદાયમાં અનેક સાધુ હોવા છતાં પરસ્પર ગુણકૃત પ્રીતિથી અન્ય સંગકૃત પ્રીતિ ક્યાંય ન થાય તે પ્રકારે સદા આત્માને ભાવિત કરે છે. આથી જ સાધુ દ્રવ્યથી અનેક હોય તોપણ ભાવથી સદા એક હોય છે; કેમ કે કોઈની સાથે સંસર્ગકૃત પ્રીતિને ધારણ કરતા નથી, પરંતુ ગુણને કારણે જ ગુણવાન સાથે પ્રીતિનો પરિણામ ધારણ કરે છે. આ પરિણામ ગુણવૃદ્ધિનું કારણ છે અને પરિચયાદિને કારણે કોઈના પ્રત્યે પ્રીતિ થાય તે અંગેનો પરિણામ છે અને સંગનો ત્યાગ એ ચારિત્રધર્મ છે. ' (૧) આર્જવ -
સાધુ આર્જવ પરિણામવાળા હોય છે. જે સરળતાનો પરિણામ છે અને સાધુમાં સરળતાનો પરિણામ હોવાને કારણે ગુણવાન ગુરુને સમર્પિત થઈ પોતાની નાનામાં નાની સ્કૂલનાને ભૂલ્યા વગર સરળભાવથી ગુરુ આગળ પ્રકાશન કરીને શુદ્ધિ કરે છે અને આર્જવનો પરિણામ એ માયાના પરિણામના અભાવ સ્વરૂપ છે તેથી ચારિત્રધર્મ છે. (૭) બ્રહ્મચર્ય :
સાધુ વેદના ઉદય વગરના નથી; કેમ કે નવમાં ગુણસ્થાનકના અમુક ભાગ સુધી સર્વ જીવોને વેદનો ઉદય હોય છે. તોપણ વેદના ઉદયથી વિરુદ્ધ એવા આત્માના બ્રહ્મચર્યના પરિણામથી આત્માને ભાવિત કરીને સાધુ સંવરભાવમાં રહે છે. જેથી ઉદયમાન એવું વેદકર્મ ક્ષીણ-ક્ષીણતર થાય છે. આ પ્રકારનો બ્રહ્મચર્યનો પરિણામ એ ચારિત્રધર્મ છે. (૮) વિમુક્તિ -
વિમુક્તિ એટલે લોભનો ત્યાગ. સાધુને ધનનો, શિષ્યનો લોભ નથી, માન-ખ્યાતિનો પણ લોભ નથી. કેવલ આત્મામાં અનાદિના લોભના સંસ્કારો પડ્યા છે તેનો નાશ કરવા માટે પોતાના અલોભ સ્વભાવથી