________________
૧૧૯
૧૦, ધર્મ સ્વાખ્યાતભાવનાશ્લોક-૨-૩ આત્માને ભાવિત કરીને લોભના સંસ્કારો ક્ષીણ-ક્ષીણતર કરે છે. સાધુનો આ પરિણામ વિમુક્તિ છે જે ચારિત્રધર્મ છે. (૯) સંયમ :
સાધુ ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત થઈને સદા આત્માને સંવરભાવનાથી ભાવિત કરે છે. દેહના પાલન આદિ માટે કે અન્ય કોઈ સંયમની વૃદ્ધિ અર્થે ચેષ્ટા કરવી આવશ્યક જણાય ત્યારે સમિતિપૂર્વક પ્રવૃત્તિ કરે છે તે સંયમનો પરિણામ છે અર્થાત્ આત્મા ઉપર પોતાના આત્માનો સંયમ છે. તેથી વિદ્યમાન પણ કર્મને પરતંત્ર થઈને મહાત્મા જીવતા નથી પરંતુ ભગવાનના વચનને પરતંત્ર થઈને જીવે છે. તે સંયમનો પરિણામ ચારિત્રધર્મ છે. (૧૦) તા :
સાધુ કર્મને ખપાવવા અર્થે સ્વશક્તિ અનુસાર બાહ્ય અને અત્યંતરતા સેવીને આત્માને તે તે પ્રકારના તપના ભાવોથી ભાવિત કરે છે જેથી આત્મા ઉપર લાગેલાં અનાદિનાં કર્મોનો નાશ થાય છે. તે તપ ચારિત્રધર્મ છે.
આ રીતે મોક્ષપ્રાપ્તિના કારણભૂત જેમ દાન, શીલ આદિ ધર્મ છે તેમ અપેક્ષાએ દસ પ્રકારનું ચારિત્ર પણ ધર્મરૂપ છે. આશા શ્લોક :
यस्य प्रभावादिह पुष्पदन्ती, विश्वोपकाराय सदोदयेते । ग्रीष्मोष्प्रभीष्मामुदितस्तडित्वान्, कालेसमाश्वासयति क्षितिं च ।।३।। શ્લોકાઈ :
- જેના પ્રભાવથી=જે ધર્મના પ્રભાવથી, અહીં જગતમાં, સૂર્ય ચંદ્ર વિશ્વના ઉપકાર માટે સદા ઉદયને પામે છે. અને જેના પ્રભાવથી) ગ્રીષ્મની ઉષ્માથી અતિતપ્ત થયેલી એવી પૃથ્વીને કાલેઃ ઉચિતકાળે, ઉદિત એવો મેઘ સમાપ્પાસન કરે છે અને પૃથ્વીને શીતલતા અર્પે છે. Il3II ભાવાર્થ
શ્લોક-૧ અને શ્લોક-રમાં ધર્મનું સ્વરૂપ બતાવ્યું. હવે, તે ધર્મના પ્રભાવથી જગતમાં શું શું સુંદર કાર્ય થાય છે તે બતાવવા અર્થે કહે છે. સામાન્યથી જે જીવો ધર્મનું સેવન કરે તેમના આત્મામાં જેમ સંસ્કારરૂપ ધર્મ નિષ્પન્ન થાય છે તેમ તે ધર્મના સેવનકાળમાં બંધાયેલું પુણ્યાનુબંધી પુણ્ય પણ તે તે જીવોને પ્રાપ્ત થાય છે જેના પ્રભાવે તે જીવોને સદ્ગતિની પરંપરા પ્રાપ્ત થાય છે અને ત્યાં અનેક પ્રકારના સુખોની પ્રાપ્તિ થાય છે. વળી, આ જગતમાં કોઈક એક ક્ષેત્રમાં જે જીવો જન્મ્યા છે તે જીવોના સમષ્ટિગત પુણ્યના પ્રભાવથી સૂર્ય અને ચંદ્ર સદા ઉદયમાં વર્તે છે જેનાથી દિવસની અને રાતની વ્યવસ્થા વર્તે છે અને તે પ્રમાણે સૂર્ય