________________
૧૨૧
૧૦. ધર્મ સ્વાખ્યાતભાવના / શ્લોક-૫-૬ શ્લોકાર્થ :
જે કષ્ટદશામાં જ પિતા, માતા, ભ્રાતા કે પુત્ર હિત માટે યત્ન કરતાં નથી અને જેમાં=જે કષ્ટદશામાં, ધનુષ્યની ચાલતાવાળું, દુર્બલતાવાળું અફલ એવું સૈન્ય દેવને ધારણ કરે છે તે કષ્ટદશાના વિપાક સમયમાં બખ્તર પહેરી સજ્જ થયેલો સન એવો આ ધર્મ સર્વ જગતના કાણ માટે બદ્ધઉધમવાળો છે=અત્યંત ઉધમવાળો છે. પI
ભાવાર્થ:
સંસારમાં જીવોને કોઈ આપત્તિ આવે ત્યારે પિતા, ભ્રાતા, માતા, પુત્ર આદિ તેના હિત માટે યત્ન કરે છે તો પણ કેટલીક વખત તે પિતા આદિ જ તે આપત્તિમાં તેની ઉપેક્ષા પણ કરે છે. આવી કષ્ટદશાને આપે તેવું કર્મ વિદ્યમાન હોય ત્યારે પણ તે કષ્ટદશામાંથી બહાર કાઢે તેવો ધર્મ અર્થાત્ પૂર્વમાં લેવાયેલા ધર્મથી બંધાયેલું પુણ્ય, વિદ્યમાન હોય તો તે આપત્તિ પિતાદિની સહાયતા વગર જ સુખપૂર્વક દૂર થાય છે. વળી કોઈ મોટો રાજવી હોય અને યુદ્ધના પ્રસંગમાં તેનું સૈન્ય યુદ્ધમાં નિરુત્સાહી થઈને આમતેમ જવા માટે ચપળતાને ધારણ કરતું હોય અને યુદ્ધ કરવા માટે અનુત્સાહી હોય એટલું જ નહીં સૈન્ય દુર્બલતાવાળું હોય અને શત્રુના સૈન્યને જોઈને દીનતાને ધારણ કરનારું હોય તેવા સમયે પણ તે રાજાને પૂર્વમાં સેવાયેલા ધર્મજન્ય ઉત્તમપુણ્ય તપતું હોય તો તે તેનું રક્ષણ કરે છે. તેથી જગતની સર્વ આપદ્દશામાં ધર્મ જ જીવનું રક્ષણ કરનાર છે. માટે ધર્મના ઉત્તમફળનો વિચાર કરીને સમ્યગુ રીતે ધર્મ સેવવા માટે ઉત્સાહિત થવું જોઈએ જેથી જગતમાં હિતની અખંડ પરંપરા પ્રાપ્ત થાય. આપા શ્લોક -
त्रैलोक्यं सचराचरं विजयते, यस्य प्रसादादिदं, योऽत्रामुत्र हितावहस्तनुभृतां, सर्वार्थसिद्धिप्रदः । येनानर्थकदर्थना निजमहःसामर्थ्यतो व्यर्थिता, तस्मै कारुणिकाय धर्मविभवे, भक्तिप्रणामोऽस्तु मे ।।६।। શ્લોકાર્ચ -
જેના પ્રસાદથી જે ધર્મના પ્રસાદથી, સચરાચર એવો આ ત્રણલોક વિજયને પામે છે સ્વસ્થતાને પ્રાપ્ત કરે છે, સર્વાર્થસિદ્ધિને દેનારો એવો સર્વ પ્રયોજનની પ્રાપ્તિને કરાવનારો એવો, જે ધર્મ સંસારીજીવોને આ ભવમાં અને પરભવમાં હિતને કરનાર છે. જેના વડે=જે ધર્મ વડે, પોતાના તેજના સામર્થ્યથી અનર્થની કદર્થના વિનાશ કરાઈ છે તે કારુણિક એવા ધર્મવૈભવને મારો ભક્તિપૂર્વક પ્રણામ થાઓ. llll