________________
૧૧૭
૧૦. ધર્મ સ્વાખ્યાતભાવના | શ્લોક-૧-૨
આ રીતે ચાર પ્રકારનો ધર્મ જગતના બંધુ એવા ભગવાને બતાવ્યો છે. ભગવાન જગતના બંધુ હોવાથી જે ધર્મ બતાવ્યો છે તે જગતના જીવોના હિતનું કારણ છે; કેમ કે ચાર પ્રકારના ધર્મમાંથી સ્વ-સ્વ ભૂમિકા અનુસાર ધર્મ સેવીને જીવો સુદેવ/સુમાનુષત્વની પ્રાપ્તિ કરી પૂર્ણ સુખમય એવા મોક્ષને પ્રાપ્ત કરે છે અને તેવા ઉત્તમધર્મમાં મારું મન સતત ૨મો, એ પ્રકારની ભાવના કરીને મહાત્મા ધર્મ સેવવાને અનુકૂળ બળનો સંચય કરે છે. III/
અવતરણિકા :
વળી, અન્ય પ્રકારે ચારિત્રધર્મને સામે રાખીને ધર્મના ભેદો બતાવે છે
શ્લોક ઃ
सत्यक्षमामार्दवशौचसङ्गत्यागाऽऽर्जवब्रह्मविमुक्तियुक्तः ।
यः संयमः किं च तपोऽवगूढश्चारित्रधर्मो दशधाऽयमुक्तः ।।२।।
શ્લોકાર્થ ઃ
સત્ય, ક્ષમા, માર્દવ, શૌચ, સંગત્યાગ, આર્જવ, બ્રહ્મ=બહ્મચર્ય, વિમુક્તિથી=નિર્લોભતાથી । જે સંયમ અને તપથી અવગૂઢ=તપથી યુક્ત, એવો આ ચારિત્રધર્મ દસ પ્રકારનો કહેવાય
યુક્ત
છે. IIII
ભાવાર્થ:
સંસારથી પર થવા માટે ત્રણગુપ્તિઓથી ગુપ્ત થઈને જે મહાત્માઓ આત્માના શુદ્ધભાવમાં ચરણ ક૨વા રૂપ ચારિત્રધર્મને સેવે છે તેઓ દસ પ્રકારના ચારિત્રધર્મમાં ઉદ્યમ કરે છે.
(૧) સત્ય :
ભગવાનના વચનથી ક્યારેય અન્યથા ભાષણ ન થાય તે પ્રકારે વાગુગુપ્તિથી યુક્ત, ઉચિત વચન સ્વરૂપ જે ભાષણ તે સત્યભાષણ છે. તે સત્યભાષણ એકાંતે સ્વપરના કલ્યાણના કારણભૂત એવા વચનપ્રયોગરૂપ છે. (૨) ક્ષમા :
સાધુ ભગવાનના વચનથી ભાવિત થઈને ભગવાનના વચનાનુસાર મન-વચન-કાયાને પ્રવર્તાવે છે અને ભગવાનનું વચન કહે છે કે ‘આસુરીવૃત્તિ થયેન્ના’ તે વચનથી ભાવિત થઈને સાધુનો ઉપયોગ વર્તે છે તેથી કોઈ નિમિત્તને પામીને દ્વેષ, ક્રોધ, જુગુપ્સા, અરતિ આદિ ભાવો થતા નથી; કેમ કે ક્રોધ આદિ ભાવો આસુરીવૃત્તિરૂપ છે અને તેના ત્યાગના ભાવનથી થયેલો સંવરનો પરિણામ ક્ષમાના પરિણામ સ્વરૂપ છે. (૩) માર્દવ :
સાધુ પૂર્ણ ગુણવાળી સિદ્ધ અવસ્થાને સ્મરણમાં રાખીને તેઓ પ્રત્યે નમ્ર પરિણામવાળા હોય છે. તેથી