________________
૧૧૦
શાંતધારાસ ગ્રહણ કરવાની વૃત્તિ જીવમાં રહે છે. તે વૃત્તિના પરિહાર અર્થે અને ગ્રહણ કરાયેલા આહાર પ્રત્યે ક્યાંય રાગ ન થાય પરંતુ સંયમની વૃદ્ધિ થાય તે અર્થે નિર્મમભાવને પ્રગટ કરવા અર્થે આહાર વાપરતી વખતે પણ આહારના વિષયરૂપ વસ્તુઓમાં વૃત્તિઓનો સંકોચ કરે છે. અર્થાત્ જે વસ્તુ પોતાને પક્ષપાત કરે તેવી જણાય તેનો ત્યાગ કરે છે.
વળી સ્વભાવથી જ દૂધ આદિ વિગઈઓ જીવને અનુકૂલ જણાય છે તેથી પરિમિત આહાર ગ્રહણ કાલમાં પણ તે તે વિગઈઓ અનુસાર રુચિના પરિણામ થાય છે તેના નિવારણ અર્થે રસની વૃદ્ધિ કરે તેવી વિગઈઓની શક્તિ અનુસાર મહાત્મા પરિહાર કરે છે જેથી વૃદ્ધિના કારણે આહાર સંજ્ઞા સહેજ પણ પુષ્ટ ન બને. વળી, જીવને સ્વભાવથી જ દેહને અનુકૂળ હોય તે પ્રમાણે દેહને પ્રવર્તાવવાની વૃત્તિ થાય છે. તેથી દેહની તે તે પ્રવૃત્તિ દ્વારા પણ શાતાનો અર્થી જીવ શાતા પ્રત્યે પક્ષપાત અને અશાતા પ્રત્યે દ્વેષભાવને પોષે " છે તેના નિવારણ અર્થે મહાત્માઓ દેહને સ્થિર રાખીને સ્વાધ્યાય આદિથી આત્માને વાસિત કરવા પ્રયત્ન કરે છે. માત્ર સ્વાધ્યાય આદિ ઉચિત પ્રવૃત્તિમાં દેહની સંસીનતા વ્યાઘાતક જણાય તો યતનાપૂર્વક સ્વાધ્યાય આદિ અર્થે કાયાને પ્રવર્તાવે છે. આ રીતે દેહની સંલીનતા રાખવાથી પણ શાતાનો પક્ષપાત અને અશાતોનો દ્વેષ દૂર થાય માટે તે સંલીનતા તપ છે. વળી, કાયાને જે અનુકૂળ સંયોગો હોય તે જીવને પ્રિય લાગે છે તેથી કાયાની અનુકૂળતા પ્રત્યે રાગ અને કાયાની પ્રતિકૂળતા પ્રત્યે દ્વેષના પરિહાર અર્થે કાયાને કષ્ટ પડે તેવી આતાપના, લોચ, આદિ પ્રવૃત્તિથી પણ મહાત્મા કાયજન્ય શાતા પ્રત્યેના પક્ષપાતનો પરિહાર કરીને સમભાવમાં વૃદ્ધિ કરે છે. આ રીતે સમભાવની વૃદ્ધિ અર્થે સેવાયેલો છયે પ્રકારનો બાહ્યતા નિર્જરાનું કારણ બને છે તે પ્રકારે સ્મૃતિમાં લાવીને તે તપ પ્રત્યેના પક્ષપાતને કરવા અર્થે મહાત્મા ભાવન કરે છે કે ઉદાર= શ્રેષ્ઠ એવા બાહ્ય તપને તું કર અર્થાત્ ઉદાર આશયને પ્રગટ કરે તેવા બાહ્યતાને તું કર જેથી નિર્જરાની પ્રાપ્તિ થાય. જા શ્લોક :
प्रायश्चित्तं वैयावृत्त्यं, स्वाध्यायं विनयं च ।
कायोत्सर्ग शुभध्यानमाभ्यन्तरमिदमञ्च ।।विभावय० ५।। શ્લોકાર્ચ -
પ્રાયશ્ચિત, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, વિનય, કાયોત્સર્ગ, શુભધ્યાન એ આત્યંતરરૂપ છે. પII ભાવાર્થ :
પૂર્વમાં મોક્ષના કારણભૂત એવા બાહ્યતાને સેવવાનો અભિલાષ મહાત્માએ કર્યો અને મોક્ષના કારણીય એવા છ પ્રકારના અત્યંતરતપ પ્રત્યેનો પોતાનો પક્ષપાત વધે એ પ્રકારે ભાવન કરવા અર્થે કહે છે. તે આત્મનું, તું પ્રાયશ્ચિત્ત તપને કર. પ્રાયશ્ચિત્ત એટલે પૂર્વમાં કરાયેલા પાપની શુદ્ધિને અનુકૂળ અંતરંગ