________________
૧૧૪
શાંતસુધારસ,
આ જિનપતિના મતરૂપ અનુપાન છે અને સૌખ્યનું નિધાન સુખની ખાણ, એવા શાંતસુધારસનું પાન તું કર. llcil
ભાવાર્થ :
મહાત્મા આત્માને સંબોધીને કહે છે કે હે કર્મનાશના અર્થી એવા આત્મા ! તું શાંતસુધારસનું પાન કર જે શાંતસુધારસનું પાન સુખનું નિધાન છે. વળી, તે શાંતસુધારસનું પાન કર્મરૂપી રોગનું ઔષધ છે તેનું અનુપાન ભગવાનનો મત છે. તેથી અનુપાનથી યુક્ત એવા શાંતસુધારસનું પાન કરીને તે કર્મરૂપ રોગનો નાશ કરે.
આશય એ છે કે આત્મામાં કર્મરૂપી રોગ વર્તે છે અને તેમાં પણ મુખ્ય મોહનીય કર્મરૂપ ભાવકર્મ જીવોને અનેક પ્રકારની વિડંબના કરે છે. એ ભાવકર્મ રૂપ રોગનું ઔષધ શાંતસુધારસનું પાન છે. તેથી શાંતસુધારસના અર્થી મહાત્માઓ પોતાના વિદ્યમાન એવા રાગાદિ ભાવોને વીતરાગના ગુણમાં યોજન કરીને વીતરાગભાવ તરફ જવા યત્ન કરે છે. જેનાથી મોહના વિકારો કંઈક શાંત થાય છે જે શાંતસુધારસના પાન સ્વરૂપ છે. વળી આ શાંતસુધારસ કટુ ઔષધ જેવું નથી. પરંતુ મધુર ઔષધ જેવું છે તેથી સેવનકાળમાં પણ સુખ ઉત્પન્ન થાય છે. વળી, તે શાંતરસના પાનને રોગ મટાડવા માટે અતિશય કરવા અર્થે અનુપાનરૂપ ભગવાનનો મત છે. એથી મહાત્માઓ ભગવાનના વચનાનુસાર સંસારનું સ્વરૂપ, સિદ્ધનું સ્વરૂપ વગેરેનું વારંવાર સૂક્ષ્મબુદ્ધિથી પર્યાલોચન કરે અને શાસ્ત્રો દ્વારા વિશેષ-વિશેષરૂપે જાણવા યત્ન કરે તો તે શાંતસુધારસનું પાન જ ભાવરોગને મટાડવામાં બળવાન નિમિત્ત બને છે. જેમ અનુપાનથી યુક્ત ઔષધ શીધ્ર રોગનાશનું કારણ બને છે. અદા
II નવમો પ્રકાશ પૂર્ણ II