________________
૯. નિર્જરાભાવના | શ્લોક-૫-૬
ભાવાર્થ:
દૃઢપ્રહારી જેવા કેટલાક જીવો ધર્મની પ્રાપ્તિ પૂર્વ ઘણા ક્લિષ્ટભાવો પૂર્વક પાપકર્મોનો બંધ કર્યો હોય છે તેના કારણે તેઓને દુર્ગતિની પરંપરાની પ્રાપ્તિ થાય તેવી તેઓની કર્મ પરિણતિ હોય છે. તોપણ ભગવાને કહેલ બાર પ્રકારના તપમાંથી પોતાની ભૂમિકાને ઉચિત જેઓ તપ કરે છે તેઓ તપના સેવનથી થયેલા ઉત્તમ અધ્યવસાયથી પૂર્વમાં બાંધેલા પાપકર્મને હણે છે, એટલું જ નહિ પણ સંસારના પ્રવાહને ચલાવનાર મોહનીયકર્મનો નાશ કરીને શીઘ્ર મોક્ષને પ્રાપ્ત કરાવે તેવા મહાપ્રભાવવાળો આ તપ છે. માટે કલ્યાણના અર્થી જીવે સ્વભૂમિકા અનુસાર ઉચિત બાહ્ય અને અત્યંતરતપ કરીને વીતરાગભાવને અનુકૂળ અંતરંગ દઢ યત્ન થાય તે પ્રકારે તપમાં ઉદ્યમ કરવો જોઈએ જેથી સંસારનો શીઘ્ર અંત થાય. III
૧૦૫
શ્લોક ઃ
यथा सुवर्णस्य शुचिस्वरूपं दीप्तः कृशानुः प्रकटीकरोति । तथात्मनः कर्मरजो निहत्य, ज्योतिस्तपस्तद्विशदीकरोति । । ६ । ।
શ્લોકાર્થ :
જે પ્રમાણે સુવર્ણનું શુચિસ્વરૂપ=નિર્મલ સ્વરૂપ, દીપ્ત એવો અગ્નિ પ્રગટ કરે છે તે પ્રમાણે આત્માની કર્મરજને હણીને જ્યોતિસ્વરૂપ એવું તપ આત્માને વિશદ કરે છે=આત્માને શુદ્ધ કરે 99. 11911
ભાવાર્થ :
સુવર્ણ જમીનમાંથી નીકળે છે ત્યારે મલથી યુક્ત હોય છે અને પ્રજ્વલિત અગ્નિમાં નાંખીને તે સુવર્ણને શુદ્ધ કરવામાં આવે છે તેથી અતિ દીપ્ત અગ્નિના બળથી સુવર્ણનું નિર્મલ સ્વરૂપ પ્રગટ થાય છે. તે રીતે જીવ અનાદિથી સંગની વાસનાને કારણે સંગના પરિણામો કરીને કર્મરજથી આત્માને મલિન કરે છે અને સંસારાવસ્થામાં સદા મલિનભાવોથી મલિન પરિણામને વહન કરે છે. તોપણ જે મહાત્માઓને જિનવચનાનુસાર તત્ત્વનો બોધ થયો છે તેઓ મોહના ઉન્મૂલનનું કારણ બને તેવા તીક્ષ્ણજ્ઞાનના ઉપયોગ સ્વરૂપ અંતરંગતપથી સંવલિત બાર પ્રકારના તપની ઉચિતક્રિયાઓ કરે છે. તે ક્રિયાના બળથી પ્રજ્વલિત થયેલો મોહથી વિરુદ્ધ એવા જ્ઞાનના પરિણામરૂપ તપ કર્મરજનો નાશ કરીને આત્માના શુદ્ધ સ્વરૂપને વિશદ કરે છે અર્થાત્ અશુદ્ધ સ્વરૂપને દૂર કરીને શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરે છે આથી જ શાસ્ત્રમાં જ્ઞાન સ્વરૂપ તપ કહેલ છે. તેથી ફલિત થાય છે કે મોહના સ્પર્શ વગરનો જ્ઞાનનો તીવ્ર ઉપયોગ પ્રવર્તતો હોય તે તપ જ કર્મનો નાશ કરીને આત્માને નિર્મલ કરે છે. માત્ર ક્રિયાત્મક બાહ્યતપ કે ક્રિયાત્મક સ્વાધ્યાયાદિ રૂપ અત્યંત૨તપ પણ આત્માને નિર્મલ કરતો નથી. માટે નિર્જરાના અર્થી સાધુએ મોહના નાશનું કારણ બને તેવા તીક્ષ્ણજ્ઞાનના ઉપયોગપૂર્વક તપાચા૨નું સેવન કરવું જોઈએ. ॥૬॥