________________
અ. જિસભાવના | શ્લોક-૨-૩
૧૦૩
અવતરણિકા :
પૂર્વ શ્લોકમાં કહ્યું કે નિર્જરા એકરૂપ હોવા છતાં નિર્જરા હેતુભૂત રૂપના ભેદથી નિર્જરાના બાર ભેદ છે. તે કથનને જ દાંતથી સ્પષ્ટ કરે છે – શ્લોક :
काष्ठोपलादिरूपाणां, निदानानां विभेदतः । वह्निर्यथैकरूपोऽपि, पृथग्रूपो विवक्ष्यते ।।२।। निर्जरापि द्वादशधा, तपोभेदैस्तथोदिता ।
कर्मनिर्जरणात्मा तु, सैकरूपैव वस्तुतः ।।३।। શ્લોકાર્ચ -
કાષ્ટ, ઉપલાદિરૂપ કારણોના ભેદથી જે પ્રમાણે એકરૂપ અગ્નિને પણ પૃથક રૂપ કહેવાય છે, તે પ્રમાણે તપના ભેદથી નિર્જરા પણ બાર પ્રકારની કહેવાય છે. વસ્તુતઃ વળી, કર્મ નિર્જરણ સ્વરૂપ તે નિર્જરા, એકરૂપ જ છે. ||ર-3II ભાવાર્થ :
કર્મોનું આત્માથી પૃથફ થવું એ સ્વરૂપ નિર્જરા એક પ્રકારની જ છે. ફક્ત અલ્પકર્મ નિર્જરા થાય, ઘણાં કર્મોની નિર્જરા થાય તે રૂપ નિર્જરામાં તરતમાતાની પ્રાપ્તિ છે. આમ છતાં જે સકામનિર્જરા થાય છે તે બાર પ્રકારના તપથી થાય છે. તેથી તપના ભેદથી નિર્જરાના બાર ભેદ છે. તેમાં દૃષ્ટાંત સ્પષ્ટ કરે છે કે જેમ અગ્નિ કાષ્ઠથી પણ થાય અને સૂર્યકાંત મણિ આદિ રૂપ પાષણથી પણ થાય છે કે અન્ય કોઈ ઇંધણથી પણ થાય છે. તે સર્વથી થનારો અગ્નિ અગ્નિ સ્વરૂપે એક જ છે. તોપણ તેઓના હેતુના ભેદથી ભિન્ન છે અને તે પ્રમાણે નિર્જરાના અનેક હેતુઓ છે. તે બોધ કરાવવા અર્થે શાસ્ત્રકારો નિર્જરાના સર્વ હેતુઓને બાર પ્રકારના તપમાં સંવૃત કરીને બાર ભેદવાળી નિર્જરા કહે છે. પરમાર્થથી તો મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ કર્મબંધનાં કારણો છે. તેનાથી પ્રતિપક્ષરૂપ જે જે ભાવો થાય છે તેનાથી સકામનિર્જરા થાય છે. આથી જ મેઘકુમારના જીવને હાથીના ભવમાં દુઃખી જીવો પ્રત્યે અત્યંત દયાના પરિણામો થયા જે મિથ્યાત્વની મંદતાજન્ય સમ્યક્તને સન્મુખભાવ હતો તેનાથી તે હાથીના જીવને સકામનિર્જરાની પ્રાપ્તિ થઈ. તેથી જે જીવો કર્મબંધના કારણભૂત મિથ્યાત્વાદિ ભાવોના નાશને અનુકૂળ જે જે ઉચિતક્રિયાઓ કરે છે, તે સર્વ બાર પ્રકારના તપમાં અન્તર્ભાવ પામે છે. અને તેનાથી જ સકામનિર્જરા થાય છે અને અકામનિર્જરા તો સર્વ જીવોને કર્મના ઉદયને આશ્રયીને સદા વર્તે છે. ર-૩મા