________________
૧૦૨
શાંતલાસ
G
૯. નિર્જરાભાવના
છે
શ્લોક :
यनिर्जरा द्वादशधा निरुक्ता, तद् द्वादशानां तपसां विभेदात् । हेतुप्रभेदादिह कार्यभेदः, स्वातन्त्र्यतस्त्वेकविधैव सा स्यात् ।।१।। શ્લોકાર્ચ -
જે નિર્જરા બાર પ્રકારની કહેવાઈ છે તે બાર પ્રકારના તપના ભેદથી છે. અહીં=નિર્જરામાં, હેતુના ભેદથી કાર્યભેદ છે. સ્વતંત્રપણાથી એકવિધ જ=એક પ્રકારની જ, તે નિર્જરા, છે. જો ભાવાર્થનિર્જરાના સ્વરૂપને સ્પષ્ટ કરવા અર્થે કહે છે –
શાસ્ત્રમાં જે બાર પ્રકારની નિર્જરા કહેવાઈ છે તે નિર્જરા તેના કારણરૂપ તપના ભેદથી છે. તેથી એ પ્રાપ્ત થાય કે આત્મા પરથી જે કર્મ પૃથફ થાય છે તે પૃથફ થવાની ક્રિયા નિર્જરા છે. તે કર્મના પૃથક થવામાં કારણ બાર પ્રકારનો તપ છે. તેથી નિર્જરાના કારણ રૂપ બાર પ્રકારના તપના ભેદથી નિર્જરા બાર પ્રકારે છે એમ કહેલ છે. વસ્તુતઃ નિર્જરાના કારણ એવા તારૂપ હેતુના પ્રભેદથી નિર્જરા રૂપ કાર્યનો ભેદ છે. હેતુના ભેદનો આશ્રય કર્યા વગર સ્વતંત્રથી વિચારીએ તો નિર્જરા એક પ્રકારની જ છે.
અહીં વિશેષથી એ છે કે જીવ જેમ પ્રતિક્ષણ કર્મ બાંધે છે તેમ કર્મ પ્રતિક્ષણ ઉદયમાં આવીને આત્માથી પૃથક થાય છે. તેથી દરેક જીવોને સતત નિર્જરા પ્રાપ્ત થાય છે. આમ છતાં સામાન્યથી નિર્જરાના બે ભેદ છે. સકામનિર્જરા અને અકામનિર્જરા. તેમાં અકામનિર્જરા દરેક જીવોને તે તે નિમિત્ત પામીને જે કર્મો ઉદયમાં આવે છે તે કર્મની નિર્જરા થાય છે અને કર્મોને નિર્જરા કરવાના આશયથી તેના ઉપાયરૂપ બાર પ્રકારના તપનું સેવન કરવાથી જે નિર્જરા થાય છે તે સકામનિર્જરા છે તેથી નિર્જરાના અર્થી મહાત્માઓ નિર્જરાના ઉપાયભૂત સ્વશક્તિ અનુસાર બાર પ્રકારના તપમાંથી યથાયોગ્ય તપ કરીને જે કર્મોની નિર્જરા કરે છે તે સકામનિર્જરા છે. આ સકામનિર્જરા થવાનું કારણ એ છે કે જીવ જે અધ્યવસાયથી કર્મો બાંધે છે તેના વિરુદ્ધ અધ્યવસાયથી કર્મ જીવથી પૃથક થાય છે. સામાન્યથી સંસારી જીવ અણસણ આદિ છ પ્રકારના બાહ્યતા અને વિનય વૈયાવચ્ચ આદિ છ પ્રકારના અત્યંતરતપથી વિરુદ્ધ સંસારના ભાવોને કરીને કર્મ બાંધે છે અને તે કર્મબંધનના ભાવથી વિરુદ્ધ તેવા વિવેકપૂર્વકના કરાયેલા બાર પ્રકારના તપોથી જે ભાવો થાય છે તે ભાવોથી કર્મોની નિર્જરા થાય છે માટે સકામનિર્જરાનાં બાર કારણોને આશ્રયીને નિર્જરાના બાર ભેદો થાય છે. આવા