________________
૮ સંવરભાવના-ગીત | શ્લોક-૮
૧૦૧
શ્લોક :
वदनमलकुरु पावनरसनं, जिनचरितं गायं गायम् ।
सविनय शान्तसुधारसमेनं, चिरं नन्द पायं पायम् ।।शृणु० ८।। શ્લોકાર્ચ -
ભગવાનના ચરિતને ગાઈ ગાઈને પવિત્રરસનાવાળા વદનને પવિત્ર જિલ્લાવાળા મુખને, અલકૃત કર. હે સવિનય આત્માકર્મના વિનયન કરવાના આર્થી એવા આત્મા, આ શાંતસુધારસનું ફરી ફરી પાન કરીને તું લાંબા સમય સુધી આનંદને પ્રાપ્ત કર. llci. ભાવાર્થ -
વળી, મહાત્મા પોતાના આત્માને સંબોધીને કહે છે તીર્થકરોના ચરિત્રને ફરી ફરી ગાઈને તું તારા મુખમાં રહેલી પવિત્ર જિલ્લાને સફળ કર અર્થાત્ નિરર્થક જે તે વસ્તુ વિષયક વચનયોગથી આત્માને સંવૃત કરીને, તીર્થકરોના ચરિત્રને સૂક્ષ્મ પ્રજ્ઞાથી અવલોકન કરીને તેઓના જીવનમાં વર્તતી ઉત્તમ પરિણતિનું વારંવાર ગાન કરીને તારી જિલ્લાને તું સફળ કર. આમ કહેવાથી પોતાનો આત્મા સદા તીર્થકરોના સાત્ત્વિક જીવન સાથે તન્મય રહે જેથી તેઓના જેવું ઉત્તમ સત્ત્વ પોતાનામાં પ્રગટ થાય તે પ્રકારનો યત્ન મહાત્મા કરે છે. વળી, પોતાના આત્માને ઉદ્દેશીને કહે છે કે આત્મામાં વિકારો શાંત થાય તેવા શાંતરસને પી પીને તું ચિરકાળ સુધી આનંદવાળો થા. સામાન્યથી જીવે વિકારોના રસમાંથી જ આનંદ લીધેલો છે તેથી તત્ત્વના ભાવનથી થનારા શાંતરસનું આસ્વાદન જીવે પ્રાપ્ત કર્યું નથી; છતાં જે મહાત્માને જ્ઞાન થાય કે સર્વ રસોમાં શાંતરસ જ શ્રેષ્ઠ રસ છે અને તેનાથી થનારો આનંદ જગતમાં સર્વ આનંદ કરતાં અતિશયવાળો આનંદ છે તે મહાત્મા પોતાના આત્માને અન્યરસોથી વિમુખ કરીને શાંતરસમાં જવા માટે પ્રેરણા કરે છે, જેના બળથી શાંતરસના આસ્વાદના પાનના બળનો સંચય થાય તો દીર્ઘકાળ સુધી શાંતરસના આનંદને પ્રાપાર કરી શકે. આ શાંતરસ સંવરવાળો હોવાથી કર્મબંધના અનર્થથી આત્માનું રક્ષણ કરનાર છે અને આત્માના હિતની પરંપરાને કરનાર છે, માટે પોતાના હિતના અર્થી જીવે અપ્રમાદભાવથી શાંતરસમાં ઉદ્યમ કરવો જોઈએ. III
II આઠમો પ્રકાશ પૂર્ણ II