________________
૯. નિર્જરાભાવના-ગીત | શ્લોક-૧-૨
૧૦૭
૯. નિર્જરાભાવના-ગીત) શ્લોક :विभावय विनय! तपोमहिमानं, विभावय विनय! तपोमहिमानम्,
बहुभवसञ्चितदुष्कृतममुना, लभते लघु लघिमानम् ।।विभावय० १।। શ્લોકાર્થ :
હે વિનય =કર્મના વિનયના અર્થી જીવ, તું તપના મહિમાનું વિભાવન કર. હે વિનય !=કર્મના વિનયના અર્થી જીવ, તું તપના મહિમાનું વિભાવન કર.
તપનો મહિમા કેવો છે તે બતાવે છે – ઘણા ભવોથી સંચિત દુષ્કૃત આના વડે તપ વડે, શીઘ લઘુપણાને પામે છે. [૧] ભાવાર્થ :
નિર્જરાભાવનાના અર્થી મહાત્મા નિર્જરાના ઉપાયભૂત બાર પ્રકારના તપ પ્રત્યે પોતાનો તીવ્ર પક્ષપાત થાય તે અર્થે આત્માને સંબોધીને કહે છે=હે કર્મના વિનયના અર્થી જીવ, તું તપના મહિમાનું વિભાવન કર જેથી તપ સેવવાનો તારો તીવ્ર પક્ષપાત પ્રગટ થાય. કેવા પ્રકારનો તપનો મહિમા છે તે ઉપસ્થિત કરતાં મહાત્મા વિચારે છે કે ઘણા ભવથી સંચિત દુષ્કૃત શીધ્ર લઘુપણાને પામે છે તેવા મહિમાવાળો આ તપ છે. આનાથી એ પ્રાપ્ત થાય કે ઘણા ભવોના મોહના અધ્યવસાયથી જીવે ઘણાં કર્મો બાંધ્યાં છે અને આત્મામાં ઘણા મોહના સંસ્કારો નાંખ્યા છે તેથી તે મોહના સંસ્કારોથી પોતાનો આત્મા વાસિત થયો છે અને ઘણાં કર્મોથી પોતાનો આત્મા ભારી થયેલો છે. આમ છતાં કોઈક રીતે વિવેક પ્રગટે અને જિનવચનના દઢ આલંબનપૂર્વક અંતરંગ વીર્યને ઉલ્લસિત કરીને ઉચિત તપમાં યત્ન કરે તો જે મોહના પરિણામને કારણે ઘણાં કર્મોનો સંચય થયો હતો તેનાથી વિરુદ્ધ એવા તપના પરિણામથી જીવ કર્મોનો નાશ કરે છે અને આત્મામાં પડેલ મોહના સંસ્કારો પણ ઘણા ક્ષય કરે છે. તેથી ઘણા કાળથી સંચિત પણ કર્મો તપથી લઘુપણાને પામે છે. માટે તપના મહિમાનો વિચાર કરીને સર્વ ઉદ્યમથી તપને અનુકૂળ શક્તિને તું ફોરવ જેથી તારું આત્મહિત થાય તે પ્રકારે મહાત્મા ભાવન કરે છે. આવા શ્લોક :याति घनाऽपि घनाघनपटली, खरपवनेन विरामम् । भजति तथा तपसा दुरिताली, क्षणभङ्गुरपरिणामम् ।।विभावय० २।। .