________________
૧૦૪
શાંતસુધારસ શ્લોક -
निकाचितानामपि कर्मणां यद्, गरीयसां भूधरदुर्धराणाम् । विभेदने वज्रमिवातितीव्र, नमोऽस्तु तपसेऽद्भुताय ।।४।। શ્લોકાર્ધ :
ભૂધર પર્વત, જેવા દુર્ધર, મહાન, એવા નિકાચિત પણ કર્મોના વિભેદનમાં વજની જેમ જે અતિ તીવ્ર છે=જે તપ અતિ તીવ્ર છે, અભુત એવા તે તપને નમસ્કાર થાઓ. ||૪| ભાવાર્થ -
પૂર્વના શ્લોકમાં કર્મોનો નાશ કરનાર બાર પ્રકારનો તપ છે તેમ સ્થાપન કર્યું. તે બાર પ્રકારના તપમાં પણ જે પ્રકર્ષવાળો તપ છે જેનાથી અનિકાચિત એવાં કર્મો તો નાશ પામે જ છે પરંતુ નિકાચિત કર્મો પણ નાશ પામે છે તે તપને નમસ્કાર થાઓ. તેમ કહીને મહાત્મા તે તપને અનુકૂળ તીવ્ર પક્ષપાત કરીને તેવા તપની નિષ્પત્તિ અર્થે તેવા પ્રકારનો બલસંચય કરવા પ્રયત્ન કરે છે.
સામાન્યથી જે જે અધ્યવસાયથી જે જે કર્મ બંધાય છે તેનાથી વિરુદ્ધ મોક્ષને અનુકૂળ એવા અધ્યવસાયના બળથી તે કર્મો નાશ પામે છે, તોપણ જે અધ્યવસાયથી કર્મો બંધાયેલાં હોય તેનાથી મંદ-મંદતર એવો મોક્ષને અનુકૂળ તે અધ્યવસાય હોય તો તે કર્મ નાશ પામે નહિ. પરંતુ કર્મબંધ સમયના અધ્યવસાય કરતાં બલિષ્ઠ એવો મોક્ષને અનુકૂળ અધ્યવસાય હોય તો તે કર્મ નાશ પામે. તેથી જે જે પ્રકારના મોક્ષને અનુકૂળ ભાવો થાય છે તેના દ્વારા તેનાથી વિરુદ્ધ મંદભાવના પૂર્વના અધ્યવસાયથી બંધાયેલાં કર્મો નાશ પામે છે. પ્રકૃષ્ટભાવોથી બંધાયેલાં નિકાચિત કર્મો ક્ષપકશ્રેણી કાલભાવી વિશિષ્ટ પ્રકારના તત્ત્વચિંતનના અધ્યવસાયથી જ નાશ પામે છે; કેમ કે કર્મની જે કાંઈ શક્તિ છે તે સર્વ શક્તિ કરતાં અતિશયિત આત્માની નિર્મલ શક્તિથી જ જીવ ક્ષપકશ્રેણી માંડે છે. તેથી એ વખતના તત્ત્વચિંતનનો અધ્યવસાય નિકાચિત કર્મનો નાશ કરવા પણ સમર્થ છે. અને તેવા ઉત્તમ તપને નમસ્કાર કરીને મહાત્મા તેને અનુકૂળ શક્તિ સંચય કરવા યત્ન કરે છે. જો
શ્લોક :. किमुच्यते सत्तपसः प्रभावः कठोरकर्मार्जितकिल्बिषोऽपि ।
दृढप्रहारीव निहत्य पापं, यतोऽपवर्गं लभतेऽचिरेण ।।५।।
શ્લોકાર્ય :
સત્ તપના પ્રભાવને શું કહીએ ? કઠોર કર્મથી અર્જિત એવા કિલ્બિષિક પણ જીવ કઠોર કર્મને કરાવનાર એવા પાપવૃત્તિવાળો પણ જીવ દઢપ્રહારીની જેમ જેનાથી જે તપથી, પાપને હણીને અલપકાળમાં અપવર્ગને પ્રાપ્ત કરે છે. પI