________________
૮. સંવભાવના-ગીત | શ્લોક-પ-૬ શ્લોકાર્ચ -
સંયમના યોગો વડે અવધાનવાળા માનસની શુદ્ધિથી કાયાને ચરિતાર્થ કર, જુદા જુદા મતની રુચિથી, ગહન એવા ભુવનમાં=જગતમાં, નાય એવા શુદ્ધપથનો-નીતિયુક્ત એવા શુદ્ધપથનો, તું નિશ્ચય કર શાસ્ત્રવચનથી યુક્તિથી અને અનુભવથી તું યથાર્થ નિર્ણય કર.IN ભાવાર્થ :
વળી, મહાત્મા સંવરભાવને અતિશય કરવા અર્થે પોતાના આત્માને ઉદ્દેશીને કહે છે કે સંયમના યોગોથી દઢ પ્રણિધાનવાળા એવા માનસની શુદ્ધિ કરીને તું તારી કાયાને ચરિતાર્થ કર. આશય એ છે કે સંસારીજીવોને જે કાયા પ્રાપ્ત થઈ છે તેના બળથી જ તેઓ અનેક પ્રકારના આરંભ-સમારંભ કરીને ક્લિષ્ટ કર્મો બાંધે છે. તેના બદલે કાયાને સફળ કરવા અર્થે ભગવાનના વચન અનુસાર જે સંયમના યોગો છે તેના સ્વરૂપને જાણીને તે યોગોમાં દઢ રીતે મનોયોગ પ્રવર્તે તે પ્રકારે કાયાની ઉચિતક્રિયા કરવામાં આવે તો જે કાયા કર્મબંધનું કારણ છે તે જ કાયા આત્મિક ગુણોની પ્રાપ્તિ દ્વારા કલ્યાણનું કારણ બને છે. તેથી મહાત્મા પોતાના આત્માને કહે છે કે તે રીતે કાયામાં દઢ યત્ન કરીને પૂર્વના પુણ્યના ઉદયથી પ્રાપ્ત થયેલી કાયાને તું સફળ કર.
વળી, સંસારમાં ધર્મના ક્ષેત્રમાં પણ સ્વમતિ અનુસાર જુદા જુદા મતોની રુચિ પ્રવર્તે છે. તેથી જુદા જુદા મતોની રુચિથી ધર્મનું ક્ષેત્ર પણ અતિગહન બને છે. આથી કલ્યાણના અર્થી જીવો પણ શુદ્ધપથને પામે નહીં તો સ્વમતિથી કલ્પાયેલા કોઈક પથમાં ધર્મબુદ્ધિથી પ્રવૃત્તિ કરી પોતાનો મનુષ્યભવ નિષ્ફળ કરે છે. તેથી બુદ્ધિમાન પુરુષે તત્ત્વના નિર્ણય અર્થે પ્રાજ્ઞ થવું જોઈએ. તેથી આત્માને ઉદ્દેશીને મહાત્મા કહે છે કે જુદા જુદા મતોની રુચિથી ધર્મનું ક્ષેત્ર ગહન હોવાને કારણે નીતિથી યુક્ત એવા શુદ્ધપથનો તે નિર્ણય કર. જેથી સર્વજ્ઞકથિત ઉચિતમાર્ગની પ્રાપ્તિ થાય. અન્યથા કલ્યાણ અર્થે ધર્મની પ્રવૃત્તિ કરીને પણ અકલ્યાણની પ્રાપ્તિ થશે. આ પ્રકારે ભાવન કરીને મહાત્મા શુદ્ધપથને જાણવા માટે પોતાની રુચિને અતિશય કરે છે. પા શ્લોક - ब्रह्मव्रतमङ्गीकुरु विमलं, बिभ्राणं गुणसमवायम् ।
उदितं गुरुवदनादुपदेशं, सङ्ग्रहाण शुचिमिव रायम् ।।शृणु० ६।। શ્લોકાર્ધ -
ગુણસમુદાયને ધારણ કરનાર પવિત્ર એવા બ્રહ્મવતને અંગીકાર કર, પવિત્ર એવા રત્નના સમૂહની જેમ ગુરુના મુખથી કહેવાયેલા ઉપદેશનો સંગ્રહ કર. IIકા. ભાવાર્થ :આત્માના સંવરભાવને અતિશય કરવા અર્થે પોતાના આત્માને ઉદ્દેશીને મહાત્મા કહે છે – ગુણોના