________________
૮. સંવરભાવના-ગીત | શ્લોક-૨-૩
ભાવાર્થ:
આત્માને સંબોધીને મોક્ષના ઉપાયને સેવવા અર્થે મહાત્મા જિનવચનાનુસાર તત્ત્વનું ભાવન કરવા કહે છે – વિષયોના વિકારને તું દૂર કર. આ પ્રમાણે કહીને પોતાની પાંચે ઇન્દ્રિયોને વિષયોથી દૂર કરીને જિનવચનથી નિયંત્રિત કરી પ્રવર્તાવવા યત્ન કરે છે; કેમ કે માત્ર બાહ્ય વિષયોનો ત્યાગ કરીને ઊંઘી જવાથી મોક્ષની પ્રાપ્તિ થવાની નથી. પરંતુ વિષયોના વિકારનું ઉન્મૂલન થાય તે પ્રકારે ઉત્તમ સંસ્કારોથી આત્માને વાસિત કરવા માટે જિનવચનનું આલંબન જ પ્રબળ કારણ છે અને તેમ કરવાથી જ મોક્ષને અનુકૂળ એવા નિર્મલ આત્માની નિષ્પત્તિ થાય છે. વળી, માયા સહિત આત્માના અંતરંગ શત્રુ એવા ક્રોધમાનને તું દૂર કર. આ રીતે ભાવન કરીને મહાત્મા આત્માને કષાયથી પરામુખ કરવા તત્પર થાય છે. વળી, આત્માનો સૌથી મોટો શત્રુ લોભ છે જેનામાંથી જ ચારેય કષાયો ઊઠે છે તેને સહેલાઈથી જીતીને તું અકષાયરૂપી સંયમ ગુણનો સ્વીકાર કર. આ પ્રમાણે ભાવન કરીને મહાત્મા ચાર કષાયોથી પર એવા વીતરાગભાવને અભિમુખ ઉત્તમ ભાવોથી આત્માને ભાવિત કરે છે જેથી મોક્ષની પ્રાપ્તિને અનુકૂળ એવી રત્નત્રયીની આરાધનાની પ્રાપ્તિ થાય. III
શ્લોક ઃ
उपशमरसमनुशीलय मनसा, रोषदहनजलदप्रायम् ।
कलय विरागं धृतपरभागं, हृदि विनयं नायं नायम् । । शृणु० ३ ।।
05
શ્લોકાર્થ :
રોષ રૂપી અગ્નિને નાશ કરવા માટે જલદપ્રાય=મેઘવૃષ્ટિ તુલ્ય, એવા ઉપશમરસનું મનથી તું અનુશીલન કર, હ્રદયમાં વિનયને વારંવાર લાવીને=પ્રાપ્ત કરીને=અત્યંત પ્રાપ્ત કરીને, ધૃતપરભાગ એવા વિરાગને=ધારણ કર્યો છે શ્રેષ્ઠભાગ એવા વિરાગને તું જાણ. II3II
ભાવાર્થ:
આત્માને શાંતરસમાં લઈ જવા અર્થે મહાત્મા વિચારે છે કે જીવ સ્વભાવથી જ પ્રતિકૂળભાવોમાં અતિરોષ-ક્રોધ, વગેરે ભાવો કરીને આત્માને સતત બાળે છે તેથી રોષનો પરિણામ જીવ માટે અગ્નિ તુલ્ય છે તેને મેધવૃષ્ટિ સમાન ઉપશમરસથી શાંત કરી શકાય. તેથી આત્માને સંબોધીને કહે છે, તું મનથી ઉપશમરસનું અનુશીલન કર જેથી રોષરૂપી પીડાનું શમન થાય. વળી, મોક્ષમાર્ગને અનુકૂળ કર્મનું વિનયન થાય તેવા ગુણરૂપ વિનય સ્વભાવને સારી રીતે હૃદયમાં વિચાર કરીને ધૃતપરભાગવાળા વિરાગને તું જાણ અર્થાત્ આત્માને વિનય-સંપન્ન કરીને આત્માને મોક્ષને અનુકૂળ બનાવે એવા ઉપશમભાવોવાળા વિરાગને તું પરમાર્થથી વિચા૨, જેથી તારું ચિત્ત સદા વિરક્ત ૨હે. આમ કરવાથી કર્મની કદર્થના પ્રાપ્ત થાય નહિ અને સંયમભાવની વૃદ્ધિ દ્વારા સુખપૂર્વક મોક્ષમાર્ગનું સેવન થઈ શકે. II3II