________________
૮. સંવરભાવના
બ્લોક-૫
પ
શ્લોકાર્ધ :
આ રીતે પૂર્વ શ્લોકોમાં કહ્યું તે રીતે સંવરભાવમાં યત્ન કરીને, અમલ હૃદય વડે નિર્મલ પરિણતિ વડે, આશ્રવનો રોધ થયે છતે સર્વજ્ઞના વાક્યમાં શ્રદ્ધારૂપી ફરકતા સિતપટથી પટુ, સુપ્રતિષ્ઠાનશાલી=સુંદર સામગ્રીથી ભરપૂર, શુદ્ધ યોગરૂપ ગતિમાન પવનથી પ્રેરિત, જીવનરૂપી નાવ, ભવસમુદ્રના પ્રવાહને તરીને નિર્વાણપુરીમાં જાય છે. પII ભાવાર્થ :
દરિયામાં વર્તતું વહાણ સુંદર સામગ્રીથી ભરપૂર હોય અને સુંદર પવનથી પ્રેરિત હોય તો સુખપૂર્વક ઇચ્છિત સ્થાને પહોંચે છે તેમ સંસારરૂપી સમુદ્રમાં જીવરૂપ નાવને નિર્વાણનગરી તરફ લઈ જવી હોય તો તે નાવને ઇષ્ટસ્થાનમાં જવા માટે વિદ્ધભૂત એવા આશ્રવોનો મહાત્મા રોધ કરે છે; કેમ કે આશ્રવોથી આત્મામાં ઘણો મલ સંચય થાય છે જેથી જીવનરૂપી નાવ દરિયામાં ડૂબે છે અને નાશ પામે છે. તેથી દરિયામાં ડૂબતી પોતાની જીવનરૂપી નાવનું રક્ષણ કરવા અર્થે મહાત્મા પ્રથમ નિર્મલ દૃષ્ટિથી સંસારનું સ્વરૂપ વિચારે છે કે આ સંસાર ચારગતિમાં પરિભ્રમણ રૂ૫ વિષમ સ્થિતિવાળો છે. વળી, કર્મથી મુક્ત થયેલા આત્માઓ કેવી સુંદર અવસ્થામાં છે તેનો વિચાર કરે છે અને કર્મથી મુક્ત થવા માટે જિનવચન સિવાય કોઈ ઉપાય નથી તેનો માર્ગાનુસારી પ્રજ્ઞાથી નિર્ણય કરે છે. જે મહાત્માઓ જિનવચનનું દૃઢ અવલંબન લઈને મોક્ષમાર્ગમાં જઈ રહ્યા છે તેઓ સંસારમાં હોવા છતાં કઈ રીતે સુખી છે તેનું સમ્યકુ સમાલોચન કરીને નિર્મલ હૃદયથી પૂર્વમાં વર્ણન કર્યું તે પ્રકારથી તે મહાત્મા આશ્રવના રોધમાં યત્ન કરે છે ત્યારે ભગવાનના વચનરૂપ શ્રદ્ધાસ્વરૂપ ફરકતા સિતપટથી શોભતી તેની જીવરૂપી નાવ દેખાય છે. જેમ તે સિતપટના બળથી નાવ દરિયાના પારને પામી શકે છે તેમ તે મહાત્મા પણ ભગવાનના વચનના શ્રદ્ધાના બળથી સુખપૂર્વક નિર્વાણનગર તરફ જવા સમર્થ બને છે. વળી, નિર્વાણનગર તરફ જવા માટે ઉત્તમગુણો રૂપ સુંદર સામગ્રીથી આત્માને ભરપૂર કરેલ છે તેથી ગુણરૂપી રત્નોથી ભરાયેલી તેઓની જીવનરૂપી નાવ છે. વળી, તે મહાત્મા જિનવચનના અવલંબનથી નિયંત્રિત શુદ્ધયોગો પ્રવર્તાવે છે તેથી જેમ ગતિમાન પવનના યોગથી પ્રેરિત નાવ શીધ્ર ગમન કરી શકે છે તેમ શુદ્ધયોગોરૂપી ગતિમાન પવનથી પ્રેરિત તે મહાત્માની જીવનરૂપી નાવ ભવસમુદ્રના પ્રવાહમાંથી નિર્વાણનગર તરફ જવા સમર્થ બને છે. આનાથી એ પ્રાપ્ત થાય કે આત્મામાં અનાદિકાળથી ભવની વૃદ્ધિ કરે એવા પાણીનો પ્રવાહ વર્તે છે, તે પ્રવાહથી તરવું અતિદુષ્કર છે તોપણ જે મહાત્મા મન-વચન-કાયાના ત્રણે યોગો જિનવચનથી નિયંત્રિત કરીને સદા ઉદ્યમશીલ છે તેઓ સુખપૂર્વક ભવરૂપી સમુદ્રના પ્રવાહને તરી જાય છે અને નિર્વાણનગરીને અભિમુખતર થાય છે. આથી જ મોક્ષપ્રાપ્તિનું અનન્ય કારણ એવી જે યોગનિરોધ અવસ્થા છે તેને અનુકૂલ મહાશક્તિનો સંચય કરવા અર્થે જિનવચનનું દઢ અવલંબન લઈને મહાત્માઓ સદા ઉદ્યમ કરે છે. પણ