________________
૯૮
શ્લોક ઃ
आर्तं रौद्रं ध्यानं मार्जय, दह विकल्परचनानायम् ।
यदियमरुद्धा मानसवीथी, तत्त्वविदः पन्था नाऽयम् । । शृणु० ४ ।
શાંતસુધારસ
શ્લોકાર્થ :
આર્તધ્યાન અને રૌદ્રધ્યાનનું તું માર્જન કર, વિકલ્પરચનાની જાળનું તું દહન કર, જે કારણથી અરુદ્ધ એવી આ માનસવીથી યં=એ, તત્ત્વના જાણનારાઓનો પંથ નથી. ૪
ભાવાર્થ:
મહાત્મા પોતાના આત્માને ઉદ્દેશીને કહે છે કે અનિરુદ્ધ એવો માનસપંથ એ ખરેખર તત્ત્વના જાણનારાઓનો માર્ગ નથી અને તેં સંસારનું વાસ્તવિક સ્વરૂપ જાણ્યું છે તેથી તું તત્ત્વનો જાણનાર છે માટે અરુદ્ધ એવી માનસવીથીના રોધ માટે ઉદ્યમ કર. અરુદ્ધ એવી માનસવીથીના રોધ માટે કેવી રીતે ઉદ્યમ કરવો જોઈએ તેથી કહે છે
આર્તધ્યાનનું અને રૌદ્રધ્યાનનું માર્જન કર અને બાહ્ય પદાર્થોને આશ્રયીને “આ મને ઇષ્ટ છે, આ મને અનિષ્ટ છે” ઇત્યાદિ વિકલ્પરૂપ જાળાંઓને તું ભસ્મ કર જેથી તારું મન રોધઅવસ્થાને પામે જેનાથી સંવરભાવની પ્રાપ્તિ થાય. આશય એ છે કે આત્મા પોતાના આત્મગુણોને અવલંબીને તેને પ્રગટ કરવાના ઉપાયોનો વિચાર કરે અને ત્યાર પછી તે ઉપાયોને સ્વશક્તિ અનુસાર સેવવામાં યત્ન કરે તો આર્તધ્યાનરૌદ્રધ્યાનનો રોધ થાય, તે સિવાય જે કોઈ વિચારણા કરે છે કે શૂન્યમનસ્કતાથી બેસે છે તે સર્વ આર્ત્તધ્યાનરૌદ્રધ્યાન કે તેની પૂર્વભૂમિકાની જીવની પરિણતિ છે. તેનું સમાલોચન કરીને તેનો રોધ કરવા અર્થે સદા આત્માના ગુણવૃદ્ધિના ઉપાયોને તું સેવ. એ પ્રકારે મહાત્મા ભાવન કરીને આર્તધ્યાન-રૌદ્રધ્યાનના નિરોધ માટે યત્ન કરે છે.
વળી, આત્માના ગુણોની પ્રાપ્તિનું કારણ ન બને તેવા કોઈપણ પદાર્થ વિષયક જે વિચારોના વિકલ્પો થાય છે તે સર્વ વિકલ્પોનાં જાળાંઓથી આત્માનો માનસપથ અરુદ્ધ બને છે તેના નિવર્તન અર્થે મહાત્મા વિચારે છે કે પ્રયોજન વગરના વિકલ્પનાં અનેક પ્રકારના જાળાંઓને તું દહન કર અને આત્માના પ્રયોજનને સિદ્ધ કરે તે પ્રકારના માર્ગાનુસારી ઊહથી તું યત્ન કર. જે તત્ત્વના જાણનારાઓનો માર્ગ છે. આ પ્રકારે આત્માને ઉદ્દેશીને ભાવન કરવા દ્વારા મહાત્મા સંવરનું સીર્ય ઉલ્લસિત કરે છે. II૪ શ્લોક ઃ
संयमयोगैरवहितमानसशुद्ध्या चरितार्थय कायम् ।
नानामतरुचिगहने भुवने, निश्चिनु शुद्धपथं नायम् । । शृणु० ५ ।।