________________
લક
શાંતસુધારસ
(૮. સંવરભાવના-ગીત) શ્લોક :
शृणु शिवसुखसाधनसदुपायम् शृणु शिवसुखसाधनसदुपायम् ।
ज्ञानादिकपावनरत्नत्रयपरमाराधनमनपायम् ।।शृणु० १।। શ્લોકાર્ચ -
અનપાય એવા જ્ઞાનાદિક રૂપ પવિત્ર રત્નત્રયીના પરમઆરાધન સ્વરૂપ શિવસુખના સાધનના સદુપાયને તું સાંભળ! શિવસુખના સાધનના સદુપાયને તું સાંભળ!IIII ભાવાર્થ
મહાત્મા પોતાના આત્માને ઉદ્દેશીને કહે છે ! આત્માનું પારમાર્થિક સુખ મોક્ષમાં છે અને તે સુખને નિષ્પન્ન કરવાનો સદુપાય તું સાંભળ. આ પ્રકારે બે વાર ગેયને કહીને પોતાના આત્માને તે સાંભળવા અત્યંત અભિમુખ કરે છે. હવે, મોક્ષપ્રાપ્તિનો શું ઉપાય છે ? તો કહે છે – અપાય રહિત – કોઈ પ્રકારના અનર્થ વગરનું, જ્ઞાનાદિકથી પવિત્ર એવું રત્નત્રયીનું પરમ આરાધન એ મોક્ષનો ઉપાય છે. આનાથી એ પ્રાપ્ત થાય કે જે મહાત્માઓ જિનવચનના પારમાર્થિક અર્થનો બોધ પ્રાપ્ત કરે છે તે સમ્યજ્ઞાન છે અને તે જ્ઞાન જે અર્થને બતાવે છે તે અર્થમાં તે પ્રકારે સેવવાની જેને રુચિ છે તે સમ્યગ્દર્શન છે અને જે પ્રકારે બોધ થયો છે તે પ્રકારે શક્તિના ઉત્કર્ષથી જેઓ પ્રયત્ન કરે છે તે સચ્ચારિત્ર છે અને તે પવિત્ર રત્નત્રયીનું પરમઆરાધન અર્થાત્ શક્તિના પ્રકર્ષથી સમ્યજ્ઞાનમાં ઉદ્યમ કરવો. તે પ્રકારે જ રુચિને ધારણ કરવી અને રૂચિને દઢ કરી તે પ્રકારે શક્તિના પ્રકર્ષથી યત્ન કરવો તે રૂપ પરમારાધન મોક્ષનો ઉપાય છે. આ પ્રકારે ભાવન કરીને મહાત્મા પોતાના સદ્વર્યને જિનવચનથી નિયંત્રિત કરીને વીતરાગતુલ્ય થવા માટે ઉદ્યમશીલ થાય છે; કેમ કે તે જ મોક્ષપ્રાપ્તિનો પરમ ઉપાય છે. ITI અવતરણિકા -
હવે, રત્નત્રયીના આરાધનના ઉપાયને બતાવે છે – શ્લોક - विषयविकारमपाकुरु दूरं, क्रोधं मानं सह मायम् ।
लोभरिपुं च विजित्य सहेलं, भज संयमगुणमकषायम् ।।शृणु० २।। શ્લોકાર્થ :વિષયના વિકારને દૂર કર, માયા સહિત ક્રોધ-માનને દૂર કર, અને લીલાપૂર્વક લોભરિપુને જીતીને અકષાય એવા સંયમગુણનો તું આશ્રય કર. IIT.