________________
૭. આશ્રવભાવના-ગીત | શ્લોક-૧-૨
જોઈએ ? તેથી કહે છે – ઉશૃંખલ એવા આ=આશ્રવો, વિભુગુણના વૈભવના વધ માટે વિભુ એવા આત્માના પારમાર્થિક ગુણરૂપ જે વૈભવ તેના વધ માટે, અત્યંત સમર્થ થાય છે. ll૧II
ભાવાર્થ :
આશ્રવના પરિણામના ત્યાગથી આત્માને પ્રગટ કરવા અર્થે મહાત્મા ભાવન કરે છે કે આશ્રવનો વિરોધી એવો સમતાનો પરિણામ આત્મા માટે વર્તમાનમાં સુખાકારી છે અને ભાવિની સુખની પરંપરાનું બીજ છે તેના વધ માટે આત્મામાં આશ્રવ પ્રવર્તે છે. તેથી બુદ્ધિમાન પુરુષોએ સર્વ ઉદ્યમથી આશ્રવનો પરિહાર કરવો જોઈએ. વળી, જેમ આશ્રવ સમતાના નાશનું કારણ છે તેમ વિભુ એવા આત્માના ઉત્તમગુણોરૂપી જે વૈભવ છે તેના વધ માટે અત્યંત પ્રવર્તે છે તેથી આશ્રવ આત્મા માટે ઉશૃંખલ જેવો છે. અર્થાત્ દુષ્ટપુરુષ જેવો છે; કેમ કે દુષ્ટપુરુષ આત્માના બાહ્ય વૈભવનો નાશ કરે છે તેમ આશ્રવો આત્માના અંતરંગ વૈભવનો નાશ કરે છે. આ રીતે ભાવન કરીને દુષ્કર એવું પણ આશ્રવના નિરોધ માટેનું સદ્વર્ય મહાત્માઓ ઉલ્લસિત કરે છે. આવા શ્લોક -
कुगुरुनियुक्ता रे, कुमतिपरिप्लुताः, शिवपुरपथमपहाय ।
प्रयतन्तेऽमी रे, क्रियया दुष्टया, प्रत्युत शिवविरहाय ।।परि० २।। શ્લોકાર્ચ -
કુગુરુથી નિયોજન કરાવેલા, કુમતિથી પરિપ્લત કરાયેલા પરિપુષ્ટ કરાયેલા, શિવનગરના પથને છોડીને આ મિથ્યાત્વની પરિણતિવાળા જીવો, દુષ્ટ એવી ક્રિયાથી ઊલટું શિવના વિરહ માટે પ્રયત્ન કરે છેઃશિવની, પ્રાપ્તિ માટે યત્ન કરતા નથી પરંતુ શિવના વિરહ માટે યત્ન કરે છે. III ભાવાર્થ :
આત્મામાં વર્તતી મિથ્યાત્વની પરિણતિવાળા જીવો કુગુરુથી નિયુક્ત છે તેથી જેઓ ભગવાનના શાસનને પામ્યા નથી અથવા ભગવાનનું શાસન બાહ્યથી પામવા છતાં તેના મર્મને પામ્યા નથી તેવા કુગુરુઓ વિપરીત બોધવાળા હોવાથી તેઓના ઉપદેશથી વિપરીત બોધ પામેલા જીવોમાં અતિશયથી આશ્રવ પ્રવર્તે છે; કેમ કે વિપરીત બોધ વિપરીત રુચિ કરાવીને વિપરીત પ્રવૃત્તિ કરાવે છે અને જિનવચનના ઉપદેશથી વિપરીત બોધના બળથી જ આશ્રવો પુષ્ટ, પુષ્ટતર થાય છે. તેથી કુગુરુના ઉપદેશથી નિયુક્ત એવા મિથ્યાત્વની પરિણતિવાળા જે જીવો છે તે જીવો આશ્રવના નિરોધના અર્થી હોય તોપણ વિપરીત બોધથી તે પ્રકારે ધર્મપ્રવૃત્તિ કરીને આશ્રવની જ વૃદ્ધિ કરે છે. વળી, જે જીવોની બુદ્ધિ માર્ગાનુસારી નહીં હોવાથી પદાર્થના વાસ્તવિક સ્વરૂપને જોવાને બદલે વિપરીત સ્વરૂપને જોનારા છે તેઓ કુમતિથી પરિપુષ્ટ થયેલા