________________
૮૩
૭. આશ્વવભાવના | શ્લોક-૪-૫
વળી, પાંચ ઇન્દ્રિયોને સંવૃત કરી અહિંસાદિ પાંચ વ્રતોમાં સ્થિર થયેલા હોય એવા સર્વવિરતિધર સાધુ ઇન્દ્રિય અને અવ્રત રૂપ આશ્રવના વ્યાપારવાળા નથી તોપણ ચાર કષાયથી મુક્ત નથી. તેથી તેઓના વિદ્યમાન કષાયો વીતરાગના વચનને અવલંબીને પ્રવર્તતા હોય તો વીતરાગના વચનમાં રાગ હોવાથી તે કષાયો ઉત્તર-ઉત્તર ક્ષીણ થઈ રહ્યા છે. આમ છતાં નિમિત્તને પામીને શાતા-અશાતામાં પણ કે અનુકૂળપ્રતિકૂળ ભાવોમાં પણ ક્યારેક તે તે કષાય ઇષદ્ પ્રવર્તે છે ત્યારે તે કષાય દ્વારા આશ્રવ વૃદ્ધિ પામે છે અને જિનવચનને અનુસાર પ્રવર્તે છે ત્યારે આશ્રવ ઉત્તરોત્તર ક્ષીણ થાય છે.
વળી, જે મહાત્મા જિનવચનાનુસાર કષાયને નિયંત્રિત કરીને અપ્રમાદભાવથી કષાયોને કષાયના જ ઉચ્છેદમાં પ્રવર્તાવે છે તે મહાત્મા વીર્યના પ્રકર્ષવાળા થાય તો ક્ષપકશ્રેણીને પ્રાપ્ત કરીને અકષાયવાળા થાય છે ત્યારે ઇન્દ્રિય, અવ્રત અને કષાયના આશ્રવનો સર્વથા ઉચ્છેદ થાય છે અને માત્ર યોગરૂપ આશ્રવ રહે છે. હવે, કેવલી થયા પછી ઉચિતકાળે યોગનો નિરોધ કરે ત્યારે સર્વથા આશ્રવ નિરોધ કરીને તે મહાત્મા સર્વસંવરની પ્રાપ્તિ કરે છે.
વળી, ઇન્દ્રિય, અવ્રત, કષાય અને યોગના આશ્રવકાળમાં સ્વ-સ્વભૂમિકાને અનુસાર ૨૫ પ્રકારની અસન્ક્રિયાઓ જીવો કરે છે અને જેઓ તે ૨૫ પ્રકારની અસલ્કિયાના પારમાર્થિક સ્વરૂપને જાણીને સ્વભૂમિકાને અનુસાર તે તે ક્રિયાની જે જે અંશથી નિવૃત્તિ કરે છે તે તે અંશથી આશ્રવનો નિરોધ કરે છે. આ રીતે સંસારના કારણભૂત આશ્રવના ૪૨ ભેદોની પ્રાપ્તિ થાય છે તેનું સમ્યક સમાલોચન કરીને સ્વશક્તિ અનુસાર તેના નિરોધ માટે યત્ન કરવો જોઈએ.Iઝા શ્લોક :इत्याश्रवाणामधिगम्य तत्त्वं, निश्चित्य सत्त्वं श्रुतिसन्निधानात् ।
एषां निरोधे विगलद्विरोधे,सर्वात्मना द्राग् यतितव्यमात्मन् ! ।।५।। શ્લોકાર્ચ -
હે આત્મન્ ! આ પ્રમાણે શ્લોક-૩ અને શ્લોક-૪માં બતાવ્યું તે પ્રમાણે, આશ્રયોના તત્વને જાણીને, શ્રુતિના સન્નિપાનથી શાસ્ત્રના યથાર્થ બોધના બળથી, સત્ત્વનો નિર્ણય કરીને કયા પ્રકારના આશ્રવના નિરોધને અનુકૂળ પોતાનામાં શક્તિ છે તે રૂ૫ સત્ત્વનો નિર્ણય કરીને, આમના=આશ્રવોના, વિગલદ્ વિરોધવાળા નિરોધમાંકમાત્ર બાહ્યથી નહીં પરંતુ જે પ્રકારના આશ્રવ નિરોધની ક્રિયા કરવામાં આવે તે ક્રિયા તે પ્રકારના બંધ પ્રત્યે અકારણ બને એવા વિગલ વિરોઘવાળા નિરોધમાં, સર્વ આત્માથી સર્વ ઉધમથી, શીઘ યત્ન કરવો જોઈએ=લેશપણ કાળ ક્ષેપ કર્યા વગર યત્ન કરવો જોઈએ. આપII ભાવાર્થ : -
શ્લોક-૧માં આશ્રવો કઈ રીતે આવે છે તે બતાવ્યું, શ્લોક-૨માં આશ્રયોનો નિરોધ અતિદુષ્કર છે તે