________________
૮૨
શાંતસુધારસ શ્લોકાર્ય :
ઈન્દ્રિય, અવત, કષાય અને યોગથી થનારા, પાંચ, પાંચ, ચારથી અન્વિત ત્રણ=૧૭ ભેદો, અને પચીશ અસક્રિયા એ પ્રમાણે નેત્ર અને વેદની પરિસંખ્યાથી નેત્ર-૨ અને બ્રાહ્મણોને અભિમત ચાર પ્રકારના વેદ=૪ તેમાં પ્રથમ વેનો આંકડો ૪ લેવો અને નેત્રનો આંકડો ૨ લેવો એ રીતે ૪ર પરિસંખ્યાથી, પણ આ છે=પૂર્વના શ્લોકમાં બતાવ્યા તે ભેદથી તો આશ્રવ છે પણ ૪૨ પરિસંખ્યાથી પણ આશ્રવના ભેદો છે. IIII. ભાવાર્થ :
ભગવાનના શાસનમાં સ્યાદ્વાદની દૃષ્ટિથી પદાર્થને અનેક દૃષ્ટિથી જે સ્વરૂપે રહેલ છે તે સ્વરૂપે જોવામાં આવે છે તે અનુસાર કર્મોના આગમનના કારણભૂત જીવની પરિણતિરૂપ આશ્રવ પૂર્વના શ્લોકમાં મિથ્યાત્વાદિ ચાર ભેદથી બતાવ્યા. હવે, અન્ય દૃષ્ટિએ આશ્રવની પરિણતિને જ બતાવે છે કે આશ્રવ ઇન્દ્રિય, અવ્રત, કષાય અને યોગ સ્વરૂપ છે અને તેના ઉત્તરભેદો ઇન્દ્રિયોના પાંચ, અવ્રતના પાંચ, કષાયના ચાર અને યોગના ત્રણ છે, અને પચ્ચીશ અસલ્કિયાઓ છે, એમ કુલ મળીને આશ્રવના ૪૨ ભેદ છે. આનાથી, એ પ્રાપ્ત થાય છે, જે જીવોની પાંચ ઇન્દ્રિયો તે તે વિષય સાથે સંબંધ કરીને અનુકૂળ અને પ્રતિકૂળ ભાવો કરે છે, તે ભાવોથી આત્મામાં કર્મબંધની પરિણતિ થાય છે તેથી પાંચ ઇન્દ્રિયો કર્મોના આગમનના કારણભૂત એવી આશ્રવરૂપ છે અને જે જીવો તત્ત્વથી ભાવિત થઈને ઇન્દ્રિયોને વિષયથી ઉભુખ ભાવવાળી કરે છે તેઓને તે ઇન્દ્રિયોના આશ્રવનો રોધ થાય છે. જેમ કોઈક ને કોઈક ઇન્દ્રિયોની વૃત્તિ અતિશય હોય તેથી તે ઇન્દ્રિય તે વિષય પ્રત્યે અત્યંત વેગથી જતી હોય તેના નિરોધ અર્થે તે તે ઇન્દ્રિયોના અનર્થનું ભાવન કરીને તે વેગને શાંત કરવામાં આવે તો શાંત કરવાને અનુકૂળ વ્યાપારકાળમાં જેટલા અંશથી આત્મા તે ભાવનાથી ભાવિત થાય છે તેટલા અંશથી તેના આશ્રવનો રોધ થાય છે. અથવા કોઈ શ્રાવક ભગવાનની પૂજામાં ભગવાનના ગુણોને અવલંબીને ઉપયોગપૂર્વક યત્ન કરે, ત્યારે તેનું દ્રવ્યસ્તવભાવસ્તવની શક્તિના સંચયનું કારણ હોવાથી તેના તે ઉપયોગ દ્વારા પાંચ ઇન્દ્રિયો સંવર તરફ જાય છે; કેમ કે યોગનિરોધરૂપ જિનમુદ્રાને અવલંબીને યોગનિરોધને અનુકૂળ શક્તિનો સંચય થાય તે રીતે વિવેકી શ્રાવક પૂજાકાળમાં યત્ન કરે છે. વળી, પાંચ અવ્રતો આશ્રવરૂપ છે અને તે હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ, પરિગ્રહરૂપ છે. તે અવ્રતોનું પારમાર્થિક સ્વરૂપ ચિંતવન કરીને, જે જે અવ્રતને નિરોધ કરવાની પોતાની શક્તિ જણાય તે તે અવ્રતને તે તે ઉચિત ક્રિયા દ્વારા કે પ્રતિપક્ષ ભાવન દ્વારા નિરોધ કરવામાં આવે તો તે તે અવ્રતથી થતા આશ્રવનો નિરોધ થાય છે.
અહીં ભગવાનની પૂજાકાળમાં કે સામાયિકકાળમાં તે તે કૃત્યોને અનુરૂપ દઢ ઉપયોગ વર્તતો હોય તો પાંચે આશ્રવો સ્વભૂમિકાને અનુસાર નિરોધ પામે છે તેથી જેટલા અંશમાં અવ્રતનો આશ્રવ છે તેટલા અંશમાં કર્મબંધ છે અને જેટલા અંશમાં અવ્રતના નિરોધનો વ્યાપાર છે તેટલા અંશથી તે આશ્રવ અલ્પઅલ્પતર થાય છે.