________________
શાંતસુધારસ
हा कष्टं कथमाश्रवप्रतिभटाः शक्या निरोद्धं मया, संसारादतिभीषणान्मम हहा, मुक्तिः कथं भाविनी ।।२।।
શ્લોકાર્થ :
અહીં=સંસાર અવસ્થામાં, જ્યાં સુધી કંઈક એવું કંઈક માત્રામાં કર્મનો અનુભવ કરીને ઉદયમાન કર્મનું વેદન કરીને, શીઘ કર્મની નિર્જરા કરાય છે ત્યાંસુધી આશ્રવ શત્રુઓ ફરી પણ તેને તે કર્મને, અનુસમય પ્રત્યેક સમયે, સિંચન કરે છે. હા=બેદની વાત છે અને કષ્ટ છે કે આશ્રવરૂપ પ્રતિભટો મારા વડે નિરોધ કરવા માટે કેવી રીતે શક્ય થાય. હહા અત્યંત ખેદની વાત છે કે અતિભીષણ એવા સંસારથી મને કેવી રીતે મુક્તિ થવાની ? III ભાવાર્થ :
મહાત્માઓ આશ્રવના અનર્થોન વિચારીને આશ્રવના રોધની શક્તિના સંચય અર્થે વિચારે છે કે કર્મો ઉદયમાં આવીને નિર્જરા પામે છે તેથી જીવ કંઈક કર્મોથી હળવો થાય છે. તોપણ અનુભવમાં આવીને શીધ્ર કંઈક કર્મનિર્જરા પામે તેટલામાં તો આશ્રવરૂપ શત્રુઓ ફરી પણ તે કર્મને પ્રતિસમય આત્મામાં સિંચન કરે છે. તેથી નિર્જરાથી જે કર્મો અલ્પ થાય છે તે ગણનામાં આવતાં જ નથી; કેમ કે આશ્રવ દ્વારા જ સદા જીવ કર્મોથી ઘેરાય છે. આ પ્રકારની આશ્રવની સ્થિતિનો વિચાર કરીને મહાત્મા વિચારે છે કે આશ્રવરૂપી શત્રુનો મારા વડે કઈ રીતે રોધ કરવો શક્ય છે ? આ પ્રકારનો માર્ગાનુસારી ઊહ કરીને આશ્રવ પ્રત્યેની દ્વેષબુદ્ધિથી જ મહાત્મા આશ્રવના નિરોધને અનુકૂળ સદ્વર્યને ઉલ્લસિત કરે છે. વળી, આશ્રવ પ્રત્યેના દ્વેષને અતિશય કરીને મુક્તિ પ્રત્યેના રાગને અતિશયિત કરવા અર્થે વિચારે છે કે અતિભીષણ એવા આ સંસારથી મારી મુક્તિ કઈ રીતે થશે અર્થાતું જ્યાં સુધી હું આશ્રવના નિરોધ માટે મહાપરાક્રમ નહીં ફોરવું ત્યાંસુધી અતિભીષણ એવા સંસારથી મુક્ત થવું શક્ય નથી. તેમ વિચારીને સંસાર પ્રત્યેનો ભય અને મોક્ષ પ્રત્યેનો રાગ જાગ્રત કરીને અને આશ્રવ નિરોધને અનુકૂળ સદ્વર્ય પ્રત્યે પક્ષપાત કરીને આશ્રવરોધ માટે મહાત્મા યત્નશીલ થાય છે. આવા શ્લોક :मिथ्यात्वाविरतिकषाययोगसंज्ञाश्चत्वारःसुकृतिभिराश्रवाः प्रदिष्टाः, कर्माणि प्रतिसमयं स्फुटरमीभिर्बध्नन्तो भ्रमवशतो भ्रमन्ति जीवाः ।।३।।
શ્લોકાર્ચ - મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગની સંજ્ઞાવાળા ચાર આશ્રવો બુદ્ધિમાનો વડે કહેવાયા છે. સ્પષ્ટ એવા આના વડે=આ ચાર આશ્રવો વડે, પ્રતિસમય કમને બાંધતા અને ભ્રમને વશાથી જીવો ભમે છે સંસારમાં ભમે છે. Ilal