________________
૭. આઝાવભાવના | શ્લોક-૧-૨
(
૭. આઝવભાવના
શ્લોક :
यथा सर्वतो निर्झरेरापतद्भिः, प्रपूर्येत सद्यः पयोभिस्तटाकः ।
तथैवाश्रवैः कर्मभिः सम्भृतोऽङ्गी, भवेद् व्याकुलश्चञ्चलः पकिलश्च ।।१।। શ્લોકાર્ચ -
જે પ્રમાણે સર્વ બાજુથી પડતા એવા પાણી વડે તળાવો તરત પુરાય છે, તે પ્રમાણે જ આશ્રવણ પામતાં એવાં કમોં વડે ઝરતાં એવાં કમોં વડે, સંત થયેલો જીવ વ્યાકુળ-કર્મથી વ્યાકુળ, ચંચળ અને પંકિલ કાદવવાળો, થાય છે. ll૧II. ભાવાર્થ :
મહાત્માઓ વિચારે છે કે ધોધમાર વરસાદ પડતો હોય ત્યારે ચારેબાજુ પાણી વરસતું હોય છે અને તે પાણી સર્વ બાજુથી તળાવમાં આવીને પડતું હોય છે, તેથી તે તળાવ પાણીથી શીધ્ર પુરાય છે. તે જ પ્રમાણે જીવરૂપી તળાવ સર્વ બાજુથી પડતા એવા આશ્રવરૂપી પાણીથી ભરાય છે અર્થાતુ બધી ઇન્દ્રિયો અને મન દ્વારા કર્મોનું આત્મામાં આગમન થાય છે તેથી જીવ તે કર્મોથી સંભૂત થાય છે અને ઘણાં કર્મો ભરાવાથી તે વ્યાકુળ થાય છે, ચંચળ થાય છે અને કાદવવાળો થાય છે. જેમ ઘણું પાણી ભરાવાથી તે તળાવ ઉપરથી પણ પાણી વહેવા માંડે છે ત્યારે તળાવનું પાણી ચંચળ=અસ્થિર, દેખાય છે અને કાદવવાળું દેખાય છે તેમ જીવની પણ સ્થિતિ થાય છે.
આશય એ છે કે – મનુષ્યભવ પામેલા જીવોને પાંચ ઇન્દ્રિયો અને મન છે. તે ઇન્દ્રિયો અને મન પોતપોતાના વિષયો સાથે સંશ્લેષ પામીને જુદા જુદા પ્રકારના રાગાદિભાવો કરે છે. તે રાગાદિભાવોની વૃદ્ધિને અનુકૂળ જુદા જુદા આરંભ-સમારંભરૂપ કૃત્યો કરે છે અને તેનાથી આત્મામાં કર્મોનો સંશ્લેષ થાય છે. કર્મોનું આ આગમન આશ્રવ છે અને તે આશ્રવથી અતિશય ભરાયેલો જીવ દુર્ગતિઓમાં ભમે છે, અનેક કદર્થનાઓ પામે છે અને વ્યાકુળ, ચંચળ અને મલિનભાવોથી યુક્ત એવા કાદવવાળો બને છે. આ રીતે આશ્રવના સ્વરૂપનું ચિંતવન કરીને આશ્રવના પરિણામથી આત્માનું રક્ષણ કરવા અર્થે મહાત્માઓ આશ્રવભાવનાનું ભાવન કરે છે. દઢ પ્રણિધાનપૂર્વક કરાયેલ આશ્રવભાવનાથી ભાવિત થયેલો જીવ આશ્રવના અનર્થોનો વિચાર કરીને આશ્રવના કારણભૂત સંગના પરિણામ પ્રત્યે દ્વેષવાળો થાય છે જેનાથી આત્મામાંથી સંગની પરિણતિ જીવના ઉપયોગ અનુસાર તિરોધાન પામે છે જે આશ્રવભાવનાનું ફળ છે. ITI શ્લોક :यावत्किञ्चिदिवानुभूय तरसा, कर्मेह निमर्यते, तावच्चाश्रवशत्रवोऽनुसमयं, सिञ्चन्ति भूयोऽपि तत् ।