________________
S
૬. અચિભાવના-ગીત | શ્લોક-૬-૭ શ્લોક :
अशितमुपस्करसंस्कृतमन्नं, जगति जुगुप्सां जनयति हनम् । पुंसवनं धनवमपि लीढं, भवति विगर्हितमति जनमीढम् ।।भावय० ६॥
..
શ્લોકાર્ય :
ઉપકરથી સંસ્કૃત કરી ખાધેલું અન્ન હન્ન થાય છે અને લીઢ-પીવાયેલું, ગાયનું પણ પુંસવનું દૂધ, અતિવિગહિત જનમીઢ-પુરુષનું મૂત્ર, થાય છે જે જગતમાં જુગુપ્સાને ઉત્પન્ન કરે છે. Iકા ભાવાર્થ :
વળી, મહાત્માઓ અશુચિ નિષ્પાદક આ શરીર કેવું છે તેનું ભાન કરીને શરીર પ્રત્યેના મોહને દૂર કરવા વિચારે છે કે સુંદર દ્રવ્યોથી સંસ્કૃત એવું અન્ન પણ કોઈ પુરુષ ખાય તો તે દહના સંગથી હનરૂપ=વિષ્ટારૂપ. થાય છે. વળી, પીવાયેલું ગાયનું સુંદર દૂધ પણ અતિવિગહિત એવું પુરુષનું મૂત્ર થાય છે જેને જોઈને પણ લિોકોને જુગુપ્સા થાય છે. આ રીતે સુંદર ભોજન અને સુંદર એવા દૂધને પણ જે અશુચિરૂપે બનાવે છે તેવા આ મનુષ્યનો દેહ અત્યંત અશુચિમય છે, માટે વિચારક પુરુષે દેહ પ્રત્યે લેશ પણ રાગ કરવા જેવો નથી. પરંતુ તેના મમત્વનો ત્યાગ કરીને અસંગ પરિણતિ દ્વારા શુદ્ધ આત્મા પ્રત્યે જ રાગ કરવા જેવો છે જે શુચિસ્વરૂપ છે. જા શ્લોક :केवलमलमयपुद्गलनिचये, अशुचीकृतशुचिभोजनसिचये ।
वपुषि विचिन्तय परमिह सारं, शिवसाघनसामर्थ्यमुदारम् ।।भावय० ७।। શ્લોકાર્ચ - જ અહીંસંસારમાં, કેવલ મલમય પુગલના નિયયરૂપ સમૂહરૂ૫, શુચિ ભોજન અને શુચિ વસ્ત્રને અશુચિ કરનાર એવા શરીરમાં ઉદાર એવું શિવસાધનાનું સામર્થ્ય જ પરમ સાર છે તે તું વિચાર કર પરમ સારરૂપ ઉદાર એવા શિવસાધનનું સામર્થ્ય તું વિચાર. IIછો.
ભાવાર્થ :
મહાત્માઓ શરીરની અશુચિભાવના ભાવન કર્યા પછી તત્ત્વની મર્મદ્રષ્ટિથી શું ભાવન કરે છે ? તે બતાવતાં કહે છે -- આ આપણું શરીર કેવલ મલમય એવા પુદ્ગલના સમૂહરૂપ છે એટલું જ નહીં પણ સુંદર એવું ભોજન અને સુંદર એવા વસ્ત્રને પણ અશુચિ કરે એવું છે માટે આવા શરીરમાં રાગ કરવો તે અશુચિ પ્રત્યે જ રાગ કરવા તુલ્ય છે. આમ છતાં પૂર્વના પુણ્યના ઉદયથી પ્રાપ્ત થયેલો મનુષ્યભવ છે તેમાં મોક્ષના સાધનનું સામર્થ્ય છે તે જ ઉદાર છે=શ્રેષ્ઠ છે, અને પરમ સાર છે અર્થાત્ આત્માના સર્વહિતનું