________________
૮. સંવરભાવના | શ્લોક-૧-૨
૮. સંવરભાવના
શ્લોક ઃ
येन येन य इहाश्रवरोधः सम्भवेन्नियतमौपयिकेन ।
आद्रियस्व विनयोद्यतचेतास्तत्तदान्तरदृशा परिभाव्य । । १ । ।
શ્લોકાર્થ :
જે જે ઉપાયો વડે અહીં=સંસારમાં, જે આશ્રવનો રોધ નિયત સંભવે છે તે તે ઉપાયોનું આંતરદૃષ્ટિથી પરિભાવન કરીને ઉદ્યત ચિત્તવાળા એવા હે વિનય ! તું સ્વીકાર કર=તે તે ઉપાયોનું સેવન કર. ॥૧॥
ભાવાર્થ:
આત્મામાં સંવરભાવનું સીર્ય ઉલ્લસિત કરવા અર્થે મહાત્મા પોતાના આત્માને સંબોધીને કહે છે
હે વિનય ! અર્થાત્ કર્મોના વિનયનના અર્થી એવા આત્મા ! આશ્રવરોધ માટેના જે જે નિયત ઉપાયો છે તે તે નિયત ઉપાયોનું પારમાર્થિક સ્વરૂપ જાણીને તે તે નિયત ઉપાયો પ્રત્યે આંતરદૃષ્ટિથી ઉદ્યમ થાય તે પ્રકારે યત્ન કર. આનાથી એ પ્રાપ્ત થાય છે કે જીવની પોતાની જે ભૂમિકા હોય તે ભૂમિકા અનુસાર પોતે આશ્રવરોધના કયા ઉપાયોને સમ્યક્ સેવી શકે છે તેનું જ્ઞાન કરીને તે ઉપાયોને તે રીતે સેવવા જોઈએ જેથી આશ્રવની વિરુદ્ધ એવી સંવરની પરિણતિ આત્મામાં પ્રગટ થાય, જે ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને સર્વસંવરમાં વિશ્રાંત થાય. જેથી સંસારનો અંત પ્રાપ્ત થાય, આ પ્રકારે સમાલોચન કરીને મહાત્માઓ સંવરભાવનાથી આત્માને ભાવિત કરીને સ્વશક્તિ અનુસાર સંવરમાં ઉદ્યમવાળા થાય છે. III
અવતરણિકા -
કઈ રીતે આશ્રવનો રોધ કરવો જોઈએ તે બતાવે છે
હવ
1
શ્લોક ઃ
संयमेन विषयाविरतत्वे, दर्शनेन वितथाऽभिनिवेशम् ।
ध्यानमार्तमथ रौद्रमजस्त्रं, चेतसः स्थिरतया च निरुन्ध्याः । । २॥
શ્લોકાર્થ ઃ
વિષયોને અને અવિરતપણાને=પાંચે ઇન્દ્રિયોના વિષયોનો અને અવિરતપણાનો, તું સંયમથી નિરોધ કર. વિતથાભિનિવેશનો દર્શનથી=પદાર્થના યથાર્થ દર્શનથી, તું નિરોધ કર અને આર્તધ્યાન અને રૌદ્રધ્યાનનો સતત ચિત્તના સ્થિરપણાથી તું નિરોધ કર. IIII