________________
૯૨
શાંતસુધારસ ભાવાર્થ :
સંવરભાવનાને આત્મામાં પ્રગટ કરવા અર્થે મહાત્મા આત્માને ઉદ્દેશીને કહે છે કે પાંચ ઇન્દ્રિયોના વિષયોનો અને અવિરતિનો તું સંયમ દ્વારા નિરોધ કર. આનાથી એ પ્રાપ્ત થાય કે સંવરભાવના અર્થી સાધુએ પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં પ્રવર્તતી ઇન્દ્રિયોને તેમાં પ્રવર્તતી બંધ કરીને પાંચ ઇન્દ્રિયો અને મનને જિનવચનાનુસાર સંયમયોગમાં પ્રવર્તાવીને મોહના સંસ્કારો નાશ થાય અને સંવરભાવનાના સંસ્કારોનું આધાન થાય એ રીતે સદા યત્ન કરવો જોઈએ. જેથી પાંચ ઇન્દ્રિયો અને મનના સમ્યફ પ્રવર્તનથી સુભટની જેમ મોહના સંસ્કારોનો નાશ થાય અને પકાયના સમ્યક્ પાલનના યત્નથી અવિરતિનો રોધ થાય.
વળી, જિનવચનાનુસાર તત્ત્વનું યથાર્થ દર્શન કરવા દ્વારા સ્વમતિ અનુસાર પદાર્થને જોવાને અનુરૂપ જે વિતથાભિનિવેશ છે તેનો તું રોધ કર. આશય એ છે કે અનાદિકાળથી જીવ પદાર્થ જે સ્વરૂપે છે તે સ્વરૂપે જોવા માટે પ્રવૃત્ત દૃષ્ટિવાળો નથી. પરંતુ મોહને વશ વિપરીત અભિનિવેશને કારણે પદાર્થ જે રીતે હોય છે તેનાથી અન્ય પ્રકારે જોઈને પોતાનું જ અહિત થાય તે રીતે પ્રવૃત્તિ કરે છે તે વિતથાભિનિવેશને દૂર કરવા અર્થે મહાત્મા વિચારે છે કે જિનવચનાનુસાર માર્ગાનુસારી દૃષ્ટિથી તત્ત્વને જોવાની દૃષ્ટિમાં દઢ યત્ન કરીને અનાદિકાળથી વર્તતા વિતથ અભિનિવેશના સંસ્કારનો તું રોધ કર જેથી મિથ્યાત્વ આશ્રવનો રોધ થાય.
વળી, આર્તધ્યાન અને રૌદ્રધ્યાનનો ચિત્તના સ્થિર પરિણામ દ્વારા તું સતત નિરોધ કર. આ પ્રકારે ભાવન કરીને મહાત્મા વીતરાગના વચનાનુસાર ચિત્તને સતત સ્થિર કરીને આત્માને અનુપયોગી એવા બાહ્ય પદાર્થને અવલંબીને થતી વિચારધારામાંથી ઉત્પન્ન થયેલાં આર્તધ્યાન અને રૌદ્રધ્યાનનો રોધ કરવા યત્ન કરે છે. જેના બળથી જિનવચનાનુસાર તત્ત્વચિંતન કરીને ધર્મધ્યાનમાં યત્ન થાય છે અને ધર્મધ્યાનના બળથી વીર્યનો પ્રકર્ષ થાય તો શુક્લધ્યાનના અંશરૂપ શુદ્ધ આત્મામાં જવા માટેના યત્ન રૂપ નિરાલંબન ધ્યાન પ્રગટે છે. આ પ્રકારે આત્માને ઉદ્દેશીને સંવરભાવના કરતાં મહાત્મા સંવરભાવને અનુકૂળ પોતાના સદ્વર્યનો સંચય કરે છે. આવા
શ્લોક :
क्रोधं क्षान्त्या मार्दवेनाभिमानं, हन्या मायामार्जवेनोज्ज्वलेन । लोभं वारांराशिरौद्रं निरुन्ध्याः सन्तोषेण प्रांशुना सेतुनेव ।।३।।
શ્લોકાર્ય :
ક્ષત્તિથી તું ક્રોધને હણ, માર્દવથી અભિમાનને હણ, ઉજ્વલ એવા આર્જવ વડે માયાને હણ, ઊંચા સેતુ જેવા સંતોષ વડે સમદ્ર જેવા રોદ્ધ લોભનો તું નિરોધ કર. ||all