________________
૭. આશ્વવભાવના-ગીત | શ્લોક-૭-૮ શ્લોક :
शुद्धायोगा रे, यदपि यतात्मनां, स्रवन्ते शुभकर्माणि ।
काञ्चननिगडांस्तान्यपि जानीयात्, हतनिर्वृतिशर्माणि ।।परि० ७।। શ્લોકાર્ચ -
યતાત્માઓના સંયમમાં યત્ન કરનારા મહાત્માઓના, શુદ્ધયોગો જે પણ શુભ કર્મોનું આશ્રવણ કરે છે તે પણ શુભ કર્મો પણ, હણાયેલા નિવૃતિના સુખવાળા સુવર્ણની બેડી જેવા જાણવા. IIછા
આ શ્લોકમાં ‘ય' છે તેના સ્થાને ‘થાપિ' જોઈએ. ભાવાર્થ
શ્લોક-કમાં અશુભ મન, વચન અને કાયાના યોગો અશુભ કર્મબંધને કરે છે તેમ બતાવીને તે આશ્રવના જય માટે યત્ન કરવાનો ઉદ્દેશ આપ્યો. હવે, જે મહાત્માઓ જિનવચન અનુસાર સંયમમાં યત્ન કરી રહ્યા છે તેઓના મન, વચન ને કાયાના શુદ્ધયોગો શુભકર્મનું આશ્રવણ કરે છે તેનાથી બંધાયેલાં શુભકર્મો તે મહાત્માને સુદેવત્વ અને સુમાનુષત્વની પ્રાપ્તિ કરાવીને પરંપરાએ મોક્ષનાં કારણ છે, તોપણ તે શુભકર્મોના ઉદયથી જે નવા જન્મની પ્રાપ્તિ થાય છે તેથી મોક્ષનું સુખ હણાય છે માટે તે શુભકર્મો પણ જીવને માટે સોનાની બેડી જેવાં જાણવાં અર્થાત્ અશુભ કર્મો તો જીવને એકાંતે કદર્થના કરતાં હોવાથી અને જીવને સંસારમાં બાંધી રાખનારાં હોવાથી લોખંડની બેડી જેવાં છે જ. પરંતુ શુભકર્મો સંસારમાં સર્વ પ્રકારે અનુકૂળતા આપનાર હોવા છતાં મોક્ષસુખનાં વિજ્ઞભૂત છે અને જીવને સંસારના બંધનમાં રાખનારાં છે. તેથી સુવર્ણની બેડી જેવાં છે. આ રીતે ભાવન કરીને મહાત્માઓ સર્વસંવર પ્રત્યેના બદ્ધરાગને કેળવીને તેના માટે શક્તિનો સંચય થાય તે રીતે આશ્રવભાવનાનું ભાવન કરે છે – - જેથી ઉત્તરોત્તર સંયમની વૃદ્ધિને પામીને સંપૂર્ણ આશ્રવના ત્યાગ સ્વરૂપ યોગનિરોધની અવસ્થા આત્માને શીધ્ર પ્રાપ્ત થાય. ll૭ના શ્લોક :
मोदस्वैवं रे, साश्रवपाप्मनां, रोधे धियमाधाय ।
शान्तसुधारसपानमनारतम्, विनय विधाय विधाय ।।परि० ८।। શ્લોકાર્ય :
આ રીતે પૂર્વના સાત શ્લોકોમાં વર્ણન કર્યું એ રીતે, આશ્રવવાળા એવા પાપી આત્માના રોધમાં બુદ્ધિનું આધાન કરીને, હે વિનય ! તું સતત શાંતસુધારસના પાનને કર કર અત્યંત કર. IIkI.