________________
૮૪
શાંતસુધારસા બતાવ્યું, શ્લોક-૩-૪માં આશ્રવોના ભેદ પ્રભેદ દ્વારા આશ્રવનું કંઈક સ્વરૂપ બતાવ્યું. તે પ્રકારે આશ્રવોનું પારમાર્થિક સ્વરૂપ જાણવા યત્ન કરવો જોઈએ. જેથી શબ્દ માત્રથી આશ્રવનો બોધ ન થાય પરંતુ જીવમાં વર્તતા તે તે આશ્રવના તે તે પરિણામ સ્વરૂપે આશ્રવનો બોધ થાય. અને પોતાનામાં વર્તતા તે તે આશ્રવના સ્વરૂપને યથાર્થ જાણ્યા પછી શાસ્ત્રવચનના બળથી, કયા પ્રકારના આશ્રવના નિરોધને અનુકૂળ પોતાનામાં શક્તિ છે અને કયા પ્રકારના આશ્રવના નિરોધને અનુકૂળ પોતાનામાં શક્તિ નથી તેનો યથાર્થ નિર્ણય કરવો જોઈએ. આ રીતે આશ્રવના સ્વરૂપનો યથાર્થ બોધ થાય, પોતાની શક્તિનો યથાર્થ નિર્ણય થાય પછી સર્વ ઉદ્યમથી તે આશ્રવના નિરોધમાં યત્ન કરવો જોઈએ.
તેના નિરોધમાં કેવા પ્રકારના યત્ન કરવો જોઈએ ? તેથી કહે છે – વિગલ વિરોધવાળા નિરોધમાં યત્ન કરવો જોઈએ.
આશય એ છે કે તે તે આશ્રવ નિરોધને અનુકૂળ તે તે સંયમ ક્રિયાઓ છે. આમ છતાં તે તે સંયમની ક્રિયાઓ તે તે ભાવોની નિષ્પત્તિને અનુકૂળ વ્યાપારવાળી ન થાય તે રીતે કરવામાં આવે તો તે આશ્રવ નિરોધનો વ્યાપાર વિગલદ્ વિરોધવાળો નથી પરંતુ વિરોધયુક્ત છે; કેમ કે બહારથી આશ્રવનો નિરોધ છે પરંતુ અંતરંગ રીતે આશ્રવનો યત્ન છે. જેમ જ આવશ્યકની ક્રિયા જે ગુણોથી અને જે ભાવોથી ભગવાને કહી છે તે ગુણોમાં અને તે ભાવોમાં કઈ રીતે યત્ન કરવો જોઈએ તેનો બોધ કરીને જેઓ સ્વશક્તિ અનુસાર તે ગુણોની અને તે ભાવોની નિષ્પત્તિનું કારણ બને તે પ્રકારે છ આવશ્યકની ક્રિયાઓ કરે છે તેઓની તે ક્રિયા વિગલદ્ વિરોધવાળી આશ્રવના નિરોધનું કારણ બને છે અને જે તે પ્રકારે લેશ પણ યત્ન કરતા નથી પરંતુ માત્ર બાહ્ય ક્રિયા કરે છે તેઓની તે ક્રિયા બહારથી આશ્રવના નિરોધરૂપ હોવા છતાં અંતરંગ રીતે તો આશ્રવના જ યત્ન સ્વરૂપ છે. તેથી આશ્રવભાવના કરનાર મહાત્મા આત્માને સંબોધીને કહે છે. તે આત્મા ! તું સર્વ પ્રકારે શીધ્ર સ્વશક્તિ અનુસાર આશ્રવના નિરોધમાં યત્ન કર. જેથી કર્મબંધની પ્રાપ્તિની કદર્થનાથી તારું રક્ષણ થાય. આપા
૭. આશ્વવભાવના-ગીત)
શ્લોક -
परिहरणीया रे, सुकृतिभिराश्रवा, हृदि समतामवधाय ।
प्रभवन्त्येते रे, भृशमुच्छृङ्खला, विभुगुणविभववधाय ।।परि० १।। શ્લોકાર્ચ -
સુકૃતિવાળા પુરુષે હૃદયમાં સમતાનું અવધારણ કરીને આશ્રવથી વિરુદ્ધ એવા સમભાવના પરિણામનો પક્ષપાત કરીને, આશ્રવોનો પરિહાર કરવો જોઈએ, કેમ આવ્યવોનો પરિહાર કરવો