________________
૭૮
શાંતસુધારૂ કારણ હોવાથી પરમ સારરૂપ છે અને તેનું ભાવન કરીને મોક્ષનું કારણ બને તેવા સામર્થ્યને મેળવવા માટે જ પોતાનું સદ્વર્ય ઉલ્લસિત થાય તે રીતે મહાત્મા તેનું ભાવન કરે છે જેથી એ સામર્થ્યના બળથી જ મહાત્મા અશુચિ એવા દેહ પ્રત્યે અસંગભાવને કેળવે છે અને અંતરંગ ગુણસંપત્તિ પ્રત્યે સંગભાવને વધારે છે જેથી ગુણસંપત્તિની વૃદ્ધિ દ્વારા સર્વથા અસંગની અવસ્થા શીધ્ર પ્રાપ્ત થાય. llણા શ્લોક :
येन विराजितमिदमतिपुण्यं, तच्चिन्तय चेतन ! नैपुण्यम् । विशदागममधिगम्य निपानं, विरचय शान्तसुधारसपानम् ।।भावय०८।। શ્લોકાર્થ :
જેના વડે શિવસાધનના ઉદાર સામર્થ્ય વડે, શોભતું એવું આ શરીર, અતિપુણ્યવાળું છે. હે ચેતન ! તેને=ઉદાર એવા શિવસાધનના સામર્થ્યને, તું નિપુણતાપૂર્વક ચિંતવન કર અને વિશદ આગમના નિપાનને પ્રાપ્ત કરીને શાંતસુધારસના પાનને તું કર. llciા. ભાવાર્થ :
અત્યારસુધી મહાત્માએ આ શરીર કઈ કઈ રીતે અશુચિરૂપ છે તેનું અનુભવ અનુસાર ચિંતવન કર્યું અને શ્લોક-૭માં વિચાર્યું કે, આવું અશુચિમય શરીર પણ ઉદાર એવા શિવસાધનના સામર્થ્યવાનું છે જે આ શરીરનું પરમ સાર તત્ત્વ છે.
હવે, દેહના તે પરમ સાર તત્ત્વને નિપુણતાથી આત્મામાં સ્થિર કરવા અર્થે મહાત્મા વિચારે છે કે અશુચિવાળું પણ આ શરીર ઉદાર એવા શિવસાધનના સામર્થ્યથી શોભતું અતિપુણ્યવાળું છે; કેમ કે આ દેહના બળથી જ મહાત્માઓ અનંત સંસારના પરિભ્રમણના અનર્થનું નિવારણ કરી શકે છે અને તે નિવારણ કરવામાં મનુષ્યભવનો દેહ અતિ ઉપકારક છે. માટે પુણ્યથી પ્રાપ્ત થયેલા અને ભવના ઉચ્છેદના કારણરૂપ એવા દેહને હે ચેતન ! તું નિપુણતાથી વિચાર કરે જેથી પ્રાપ્ત થયેલી મનુષ્યભવની ક્ષણો એકાંતે હિતની પરંપરાનું કારણ બને. કઈ રીતે મનુષ્યભવ હિતની પરંપરાનું કારણ બને તે શ્લોકના ઉત્તરાર્ધથી મહાત્મા વિચારે છે કે ભગવાનના શાસનને પ્રાપ્ત કરીને તેં વિશદ આગમના જળાશયને પ્રાપ્ત કર્યો છે. હવે, ક્ષણભર પણ પ્રમાદ કર્યા વગર, તે જળાશયમાંથી શાંતરૂપી અમૃતરસનું પાન કર અર્થાતુ ભગવાનના શાસનના તત્ત્વને સર્વ શક્તિથી જાણવા, જાણીને તેને સ્થિર કરવા અને સ્થિર કરીને તેનાથી આત્માને અત્યંત ભાવિત કરવા યત્ન કર કે જેથી મોહની આકુળતા શાંત થાય એવા શાંતરૂપી અમૃતરસનું આસ્વાદન -તને પ્રાપ્ત થાય અને તે રીતે ભગવાનના વચનનું પાન કર જેથી અશુચિમય એવો પણ દેહ સર્વ કલ્યાણનું કારણ બને. દા.
II છઠ્ઠો પ્રકાશ પૂર્ણ II