________________
૬. અશુચિભાવના-ગીત | શ્લોક-૨-૩-૪
૫
અથવા પોતાનું અને પરનું શરીર દંપતિના વીર્ય અને રુધિરથી બનેલું છે તેથી મલના કાદવરૂપ ગર્તાવાળું છે તેને ગમે તે રીતે ઢાંકવામાં આવે તોપણ ગંદકી બહાર કાઢે છે તેવા દેહને કોણ બહુમાને ? અર્થાત્ તેવા દેહ પ્રત્યે કોઈ વિચારક રાગ કરે નહીં. ॥૨॥
શ્લોક ઃ
भजति सचन्द्रं शुचिताम्बूलं कर्तुं मुखमारुतमनुकूलम् ।
तिष्ठति सुरभि कियन्तं कालं, मुखमसुगन्धि जुगुप्सितलालम् । । भावय० ३ ।। શ્લોકાર્થ :
મુખના પવનને અનુકૂળ કરવા માટે સંસારીજીવો સચંદ્ર શુચિતાંબૂલને ચાવે છે. (તેનાથી) જુગુપ્સિત લાળવાળું, અસુગંધી, એવું મુખ કેટલોક=થોડો કાળ, સુરભિ રહે છે. II3||
ભાવાર્થ:
સંસારીજીવો પોતાના જ મુખમાંથી આવતી દુર્ગંધને દૂર કરીને સુગંધમય પવન મુખમાંથી નીકળે તેના માટે સુગંધી ખાદ્ય પદાર્થોથી યુક્ત પાનનાં બીડાંઓ આદિ ચાવે છે. તેનાથી પણ જુગુપ્સિત લાળવાળું અસુગંધી એવું મુખ અલ્પકાળ માટે જ સુરભિત રહે છે, તેથી જીવનું મુખ પણ દુર્ગંધને જ બહાર કાઢનાર છે. માટે વિચારકને માટે દેહની સુંદરતાને બતાવનાર મુખ પણ પરમાર્થથી અશુચિમય છે માટે કોઈના સુંદર મુખને જોઈને વિવેકી પુરુષને રાગ થાય નહિ, મૂઢ જીવોને જ રાગ થાય છે. આ પ્રકારે અશુચિભાવનાનું ભાવન કરીને મહાત્માઓ અનાદિની મૂઢતાને કા૨ણે સ્વપરના દેહમાં મોહ ક૨વાની વૃત્તિ છે તેને દૂર કરવા અર્થે યત્ન કરે છે. IIII
શ્લોક ઃ
असुरभिगन्धवहोऽन्तरचारी आवरितुं शक्यो न विकारी ।
वपुरुपजिघ्रसि वारंवारं हसति बुधस्तव शौचाचारम् ।। भावय० ४।।
શ્લોકાર્થ :
શરીરની અંદરમાં ફરનાર, વિકારી એવો અસુરભિ ગંધને વહન કરનાર, વાયુ આવરણ કરવા માટે શક્ય નથી=શરીરમાંથી દુર્ગંધ કરે છે તેને ઉત્તમ દ્રવ્યના વિલેપન દ્વારા આવરણ કરવો શક્ય નથી, તેવા શરીરને તું વારંવાર સુંઘે છે=ઉત્તમ દ્રવ્યોનું વિલેપન કરીને તેની સુવાસ લેવા પ્રયત્ન કરે છે, તારા (આ) શૌચાચાર પર બુધ પુરુષો હસે છે. ૪
ભાવાર્થ:
સંસારીજીવોના શરીરમાંથી નીકળતો અંતઃચારી વિકારી વાયુ અસુરભિ ગંધને વહન કરનાર છે માટે
•
"