________________
૭૩
૬. અશુચિભાવના-ગીત | શ્લોક-૧ કેમ કે અનેક વખત શરીરને શુચિ કરવા છતાં તે સદા અશુચિમય જ પ્રાપ્ત થાય છે અને આત્માના પોતાના સ્વભાવરૂપ જે ધર્મ છે તે સમભાવના પરિણામરૂપ છે માટે જીવ માટે પથ્ય જ છે=ભાવ આરોગ્યને પ્રાપ્ત કરાવનારું જ છે. વળી, જગતમાં પવિત્ર એક ધર્મ જ છે; કેમ કે જગતમાત્રનું કલ્યાણનું એક કારણ છે; કેમ કે જે જે જીવો ધર્મનું સેવન કરે છે તે તે જીવોનું અવશ્ય કલ્યાણ થાય છે. વળી, જીવવર્તી સકલ દોષારૂપી મળોનું શોધન કરનાર ધર્મ જ છે; કેમ કે જેમ જેમ જીવ ધર્મની ઉચિત આચરણાઓ કરે છે તેમ તેમ ચિત્તમાં સમભાવનો પરિણામ પ્રગટે છે. તેથી ચિત્તમાં વિષમભાવના પરિણામને કારણે જે દોષરૂપ મળો પ્રગટ થયેલા તે સર્વ સમભાવના પરિણામથી ક્ષીણ થાય છે. માટે સમભાવના પરિણામસ્વરૂપ એવા ધર્મને તમે હૃદયમાં સ્થાપન કરો, દેહના શૌચને ચિત્તમાં સ્થાપન કરવું ઉચિત નથી. આ પ્રમાણે ભાવન કરીને મહાત્માઓ અંતરંગ ધર્મની નિષ્પત્તિને અનુકૂળ મહાવ્યાપારવાળા થાય છે. આપણા
૬. અશુચિભાવના-ગીત)
શ્લોક :
भावय रे वपुरिदमतिमलिनं, विनय विबोधय मानसनलिनम् ।
पावनमनुचिन्तय विभुमेकं, परममहोदयमुदितविवेकम् ।।भावय० १।। શ્લોકાર્ચ -
આ શરીર અતિમલિન છે એમ તું ભાવન કર. હે વિનય ! કર્મના વિનયન કરવાની ઈચ્છાવાળા જીવ!તું માનસરૂપી કમળને વિબોધન કર=મોહની નિદ્રામાંથી જાગ્રત કર અને પરમમહોદયવાળો, ઉદિત વિવેકવાળો, વિભુ એવો એક આત્મા પાવન=પવિત્ર છે, એ પ્રમાણે અનુચિંતવન કર. III ભાવાર્થ
અશુચિભાવનાને સ્થિર કરવા માટે પોતાના આત્માને ઉદ્દેશીને મહાત્માઓ કહે છે –
આ શરીર અતિમલિન છે તેમ તું ભાવન કર. જેથી અતિઅશુચિમય એવા દેહ પ્રત્યે મમત્વને ધારણ કરીને તારો મનુષ્યભવ વ્યર્થ જઈ રહ્યો છે તે નિષ્ફળ જાય નહીં અને તારા માનસરૂપી કમળને તું જાગ્રત કર જેથી દેહનું મલિનભાવ સદા તને અત્યંત સ્પષ્ટ-સ્પષ્ટતર જણાય, જેથી દેહ પ્રત્યે સંગની વૃદ્ધિ થાય નહીં.
અહીં પ્રશ્ન થાય કે જન્મથી માંડીને દેહનો સંગ છે અને તેના લાલનપાલનમાં જીવને સ્વસ્થતાનો અનુભવ થાય છે તેને અતિમલિન છે તેમ વિચારીને તેના પ્રત્યે જુગુપ્સા કરે તો શેના પ્રત્યે આસ્થા રાખીને પોતે સ્વસ્થ રહી શકે ? તેથી આત્માને ઉદ્દેશીને મહાત્મા કહે છે --
પરમ મહોદયવાળો અને ઉદિતવિવેકવાળો એવો એક વિભ=આત્મા જ, પાવન છે એમ ચિંતવન કર.