________________
૭૨
શાંતસુધારસ શ્લોક :
यदीयसंसर्गमवाप्य सद्यो, भवेच्छुचीनामशुचित्वमुच्चैः ।
अमेध्ययोनेर्वपुषोऽस्य शौचसङ्कल्पमोहोऽयमहो महीयान् ।।४।। શ્લોકાર્ચ -
જેના સંસર્ગને પામીને જે મનુષ્યના દેહના સંસર્ગને પામીને, સધરતરત, શુચિ પદાર્થોનું અત્યંત અશુચિપણું થાય છે. આશ્ચર્ય છે કે આ અમેધ્ય યોનિ એવા શરીરનોદેખાતા એવા ગંદકીના ઉત્પત્તિના સ્થાનરૂપ શરીરનો, આ શૌચના સંકલ્પરૂપ મોહ મહાન છે=મોટો છે. Il8II ભાવાર્થ :
આત્માને દેહ પ્રત્યેનું મમત્વ છોડવું અતિદુષ્કર છે; કેમ કે જન્મ-જન્મથી તેના પ્રત્યેનો પ્રીતિનો સંબંધ ચાલ્યો આવે છે. તેથી દેહ પ્રત્યેની પ્રીતિને કારણે તેને શુચિ કરવામાં જ સર્વ જીવો યત્ન કરે છે. અને જે મહાત્માઓને વિવેકચક્ષુ પ્રગટ થયેલ છે તેઓ અશુચિભાવના કરીને દેહનું મમત્વ ત્યાગ કરવા અર્થે વિચારે છે – જે શરીરના સંસર્ગને પામીને ચંદનાદિ પદાર્થો પણ તરત અત્યંત અશુચિપણાને પામે છે અર્થાત્ સુગંધમયને બદલે દુર્ગંધમય બને છે. આમ છતાં મૂઢ જીવોને અશુચિ પદાર્થોને બહાર કાઢનાર એવા દેહ પ્રત્યે સ્નાનાદિથી શૌચ કરીને શુદ્ધ કરવાનો જે સંકલ્પ છે એ મહાન મોહના પરિણામરૂપ છે. મહાત્મા વિચારે છે કે આશ્ચર્ય છે કે પ્રત્યક્ષથી જે પવિત્ર થઈ શકે તેવું નથી તેને પવિત્ર કરવાનો સંકલ્પ મોહના કારણે જ જીવોને થાય છે અર્થાત્ અનુભવથી દેખાય છે કે પવિત્ર થાય તેમ નથી તેને શુચિ કરવાના સંકલ્પનો મોહ જીવો દૂર કરી શકતા નથી. આ પ્રમાણે ભાવન કરીને દેહ પ્રત્યેના પવિત્ર કરવાના પરિણામને શિથિલ કરીને આત્માના નિર્મળ ભાવને પ્રગટ કરવા અર્થે મહાત્માઓ ઉદ્યમ કરે છે. IIII શ્લોક :इत्यवेत्य शुचिवादमतथ्यं, पथ्यमेव जगदेकपवित्रम् ।
शोधनं सकलदोषमलानां, धर्ममेव हृदये निदधीथाः ।।५।। શ્લોકાર્ચ -
આ પ્રમાણે=શ્લોક-૧થી ૪ સુધીમાં બતાવ્યું તે પ્રમાણે, શુચિવાદને અતથ્ય જાણીને, જગતમાં એક પવિત્ર, સકલ દોષ મળોનું શોધન સકલ દોષરૂપી મળોનું શોધન કરનાર, પથ્ય જ, એવા ધર્મને જ હૃદયમાં સ્થાપન કરો. III ભાવાર્થ :મહાત્માઓ વિચારે છે કે આત્માને શુચિ કરે તે શૌચ કહેવાય અને શરીરનું જે શૌચ છે તે અતથ્ય છે;